પાલનપુર: દિયોદરમાંથી 421 રીલ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી ઝડપાઈ
પાલનપુર: હાઇકોર્ટની સુચના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. જેમાં પોલીસ વિભાગને કરાયેલા આદેશ બાદ રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ ઝડપી લેવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
બે અલગ અલગ જગ્યાએથી જથ્થો ઝડપાયો
જેમાં બનાસકાંઠાના દિયોદર માં બે અલગ અલગ વેપારીઓ અને ત્યાં પોલીસે તપાસ કરીને ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો છે. અહીંયા આવેલા ધરણીધર પતંગ સ્ટોલના માલિક અશોક માળીને ત્યાંથી પોલીસે 376 નગરીલ ₹24,800 દોરીનો જથ્થો ઝડપાયો.
રૂ. 25,960 નો દોરીનો જથ્થો પોલીસે કબજે લીધો
તેમજ નરભેરામ માળીની દુકાન વીર કૃપા ફૂટવેર એન્ડ જનરલ સ્ટોર્સમાંથી રૂપિયા 1160 ની કિંમત ના 45 નંગ રીલ મળીને કુલ 421 રેલ ની કિંમત ₹ 25,960 મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બંને વેપારીઓ સામે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી રાખવા બદલ પોલીસે ગુનો નોંધીને બંને વેપારીઓની અટકાયત કરી છે. પોલીસ દ્વારા વારંવાર તપાસ કરવા છતાં હજુ પણ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાઈ રહ્યો છે.
અંબાજીમાંથી ચાઈનીઝ દોરીની 72 રીલ ઝડપાઈ
અંબાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલ તથા અંબાજી પોલીસ સ્ટેશન સ્ટાફ વિસ્તારમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલી કે અંબાજી આઠ નંબર ખાતે આવેલી હિના કલેક્શન નામની દુકાનની સામે ગલીમાં આવેલ ઘરમાં પ્રતિબંધિત ચાઈનીઝ પતંગ દોરી રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે આ જગ્યાએ રેડ કરતા ઘરમાં ઝડતી તપાસ કરતા પ્રતિબંધિત ચાઈનીઝ સિન્થેટીક દોરી રોલ ૭૨ નંગની કિંમત રૂપિયા 16500નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પ્રતિબંધીત ચાઈનીઝ દોરી વેચતા વેપારી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો :LRD 2022ના ઉમેદવારો ફરીથી પોતાની માંગો લઈને સત્યાગ્રહ છાવણી પહોંચ્યા