ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 40 બાળકોએ ફાયરલેસ કૂકિંગ સ્પર્ધામાં ભાગ લીધો

Text To Speech
  • નાનાં-નાનાં ભૂલકાઓ પોતાના માટે સ્વસહાયથી આગ વિનાનો ખોરાક બનાવ્યો

પાલનપુર : ખોરાક ખાવા માટે હોય છે. તેમાં પણ સારો અને તંદુરસ્ત ખોરાકનો આનંદ લેવાનો હોય છે. ઉપરાંત આગ વિના બનાવેલ ખોરાક વધારે જ તંદુરસ્ત હોય છે. આ ખોરાક આપણે દરરોજ સવારે ખાવો જોઈએ. નાનાં નાનાં ભૂલકાઓ પોતાના માટે સ્વસહાયથી આગ વિનાનો ખોરાક બનાવીને ખાઈ શકે તે માટે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફાયરલેસ કૂકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફાયરલેસ કૂકિંગ સ્પર્ધા-humdekhengenews

આ સ્પર્ધામાં ધોરણ 3 અને 4 ના 40 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં બાળકોએ ભેળ, જૈન ભેળ, બિસ્કીટ કેક, સેન્ડવિચ, ચણા મસાલા, ચનાજોર ગરમ, મસાલા મગ, પાણીપુરી, દહીપુરી, સલાડ, લીંબુ પાણી, મખાના ભેળ, કોર્ન ચાટ વગેરે જેવી વાનગીઓ બનાવી હતી.

આ કાર્યક્રમમાં સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ ઉપરાંત સ્વસ્તિક આર્ટ એકેડમીના ચેરમેન રોહિતભાઈ ભૂટકા, કે.કે. ગોઠી હાઇસ્કૂલના આચાર્ય મણિભાઈ સુથાર, મહેન્દ્રભાઈ પંચાલ હાજર રહી નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્યા હેતલ રાવલ તેમજ તમામ સ્ટાફગણે સ્પર્ધાને સફળ બનાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો. વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા.
બાળકોએ નિ:શુલ્ક અને નિ:સ્વાર્થ ભાવથી આ સ્પર્ધામાં મન મૂકીને આનંદભેર પોતાનું યોગદાન આપ્યું.

આ પણ વાંચો : પાલનપુર : ડીસા સર્વોદય કોલેજના છાત્રએ દોડમાં 2 ગોલ્ડ, 10 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા

Back to top button