પાલનપુર : ડીસામાં પ્રજાપતિ સમાજના 24 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડયા


પાલનપુર : શ્રી ડીસાવળ પ્રજાપતિ સમાજનો તૃતીય સમૂહ લગ્ન યોજાયો હતો. જેમાં 24 જેટલા નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનોએ નવદંપતિઓને આશીર્વાદ આપી સુખી દામ્પત્યજીવન ના આશીર્વાદ આપ્યા હતા.
સમાજનો તૃતીય સમુહ લગ્નોત્સવ યોજાયો
સમુહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નનું સામૂહિક આયોજન. આજના મશીન યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે.અને ખોટી દેખાદેખી પાછળ આર્થીક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં સમુહ લગ્ન એ આશિર્વાદ સમાન હોય છે. જેથી ડીસામાં પણ શ્રી ડીસાવળ પ્રજાપતિ સમાજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.
જે અંતર્ગત આ વર્ષે પણ ડીસાવળ પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્ન માં 24 જેટલા નો દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડીયા અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવ દંપતિઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા હતા.સમાજમાં ફેલાયેલ લગ્નપ્રસંગમાં ખોટા મસમોટા ખર્ચ કરવાની પ્રણાલી દૂર કરી સાદગી પૂર્ણ સામાજિક દાયિત્વ નિભાવી કન્યા અને વરપક્ષને દેવું કરવા મજબૂર કરનારા લગ્ન પ્રસંગો સામે સમૂહલગ્ન એ અન્ય સમાજ માટે પણ પ્રેરણારૂપ પ્રસંગ છે.
આ પણ વાંચો : PM મોદીએ આપ્યો “I” નો મંત્ર, જાણો કોને થશે ફાયદો