ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

પાલનપુર : બનાસકાંઠામાં પ્રથમ ત્રણ કલાકમાં 21.08% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠકો માટે બીજા ચરણનું મતદાન સોમવારે પાંચમી ડિસેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યથી યોજાયું હતું. જેમાં સવારથી j મતદારોએ મતદાન મથકો ઉપર કતાર લગાવી હતી. અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો માટે યોજાયેલા મતદાનમાં સવારે પ્રથમ ત્રણ કલાક એટલે કે સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધીમાં 21.8% મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન થરાદ બેઠક ઉપર 25.58% અને દાંતામાં સૌથી ઓછું 17.15 ટકા મતદાન નોંધાયું છે. દાંતા આદિવાસી મતવિસ્તાર છે.

મતદાન -humdekhengenews

ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં જઈને કર્યું મતદાન

ડુંગરાળ વિસ્તાર હોવાથી લોકો ચાલતા મતદાન મથકમાં પહોંચતા હોય છે. જેથી અહીંયા મતદાન પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. વળી અહીંયા કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ઉપર રવિવારે રાત્રે હુમલો થવાની ઘટના બની હતી. જિલ્લામાં જ્યાં બે ઉમેદવારો વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે ત્યાં મતદારોમાં ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. ત્રણ કલાકના મતદાનના આંકડા જોવા જઈએ તો વાવ- 18.98, થરાદ- 25.58, ધાનેરા- 22.46, દાંતા- 17.15, વડગામ- 21.52, પાલનપુર- 18.94, ડીસા- 19.2, દિયોદર- 23.62,કાંકરેજ 23.12ટકા મતદાન નોંધાયું છે. આમ કુલ મળીને બનાસકાંઠા ની નવ વિધાનસભા બેઠક ઉપર ત્રણ કલાકમાં 21.8% મતદાન નોંધાવવા પામ્યું છે.

આ પણ વાંચો : ડાયમંડ સિટીમાં ‘ધ બર્નિંગ બસ’, આગથી અફરાતફરી

લોકશાહીના અવસરમાં 85 વર્ષીય કુંવરબેન બલોચે મતદાન કરી અમૃત મહોત્સવની ઉજવણીને કરી સાર્થક

11 વડગામ વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. સવારની ફૂલ ગુલાબી ઠંડીમાં પણ મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા આવ્યા હતા. વડગામ પ્રાથમિક શાળા ખાતે 7 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે જન્મથી અંધ એવા 85 વર્ષના કુંવરબેન ગાજીભાઈ બલોચે મતદાનની પવિત્ર ફરજ નિભાવી મતાધિકારના અમૃત મહોત્સવની ઉજવીણીને સાર્થક કરી હતી. લોકશાહીના અવસરમાં તેઓ સહભાગી બની અન્ય લોકોને મત આપવા અપીલ કરી હતી

મતદાન -humdekhengenews

Back to top button