પાલનપુર : ગઢની વિમળા વિદ્યાલયમાં યોજાયેલી કુસ્તી સ્પર્ધામાં 200 ખેલાડીઓએ લીધો ભાગ
- બનાસકાંઠા S P અક્ષયરાજ ના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી કુસ્તી સ્પર્ધા
પાલનપુર : ગુજરાત સ્ટેટ કુસ્તી એસોસિએશન અને વિમળા વિદ્યાલય ગઢના સંયુક્ત ઉપક્રમે આયોજીત રાજ્યકક્ષા અંડર 15 કુસ્તી ભાઈઓ – બહેનો સ્પર્ધા 16 અને 17 ફેબ્રુઆરીના રોજ ગઢમાં યોજાઈ હતી.
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા સંલગ્ન ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા બનાસકાંઠામાં ગઢ ખાતે આવલી વિમળા વિદ્યાલયમાં રાજ્યકક્ષા અંડર 15 કુસ્તી ભાઈઓ-બહેનો સ્પર્ધા બનાસકાંઠા જીલ્લાના પોલીસ વડા અક્ષયરાજ ના અધ્યક્ષ સ્થાને યોજઈ હતી. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લામાંથી 70 બહેનો અને 130 ભાઈઓ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ, ગુજરાત રાજ્ય કુસ્તી એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રવદન નાણાવટી, કૌશલભાઈ સંઘવીએ ખેલાડીઓને આગામી સમયમાં યોજાનાર નેશનલ સ્પર્ધામાં જિલ્લા ,રાજ્ય, દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ટ્રસ્ટ ના NRI પ્રમુખ કુમારભાઈ જવેરી તેમના ધર્મપત્ની નીતાબેન જવેરી સાથે ખાસ હાજરી આપી હતી. મુંબઈથી સેક્રેટરી કેતનભાઈ શાહ, કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણભાઈ જોશી, SAG ગાંધીનગરથી મિલનભાઈ , ભુપેશભાઈ, ગઢ સરપંચ ગીતાબેન અને બેચરભાઈ ભુટકા, ચડોતર પૂર્વ સરપંચ સોમભાઈ ચૌધરી એ ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. કુસ્તી એસોસિએશનના હોદેદારો, તેમજ અન્સારીની ટીમ, dlss ના કોચ, ટ્રેનર સાથે મળી ઉત્તમ ઓફિશિયલની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમ પ્રસંગે યુનિવર્સિટી સેનેટ દીપકભાઈ પટેલ સહિત અન્ય અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુર : પરંપરાગત ધાન્ય પાકોમાં પોષણનો ભરપૂર ભંડાર