ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : માઉન્ટ આબુમાં દાદી જાનકી પાર્કમાં એક જ ડાળીની કળીમાંથી એક સાથે આવ્યા 20 ગુલાબ

Text To Speech

પાલનપુર : વિશ્વ માનવ હંમેશા કુદરતની કળા પ્રાકૃતિક સૌંદર્ય અને અનોખી પ્રકૃતિની રચના જોવા તત્પર રહે છે ત્યારે જેમ રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉપવનને નિહાળવા દેશભરના કુદરતી પ્રેમીઓ ઉમટે છે, તેમ ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં પણ વાદળો ધુમ્મસ અને ધીરે ધીરે વરસતા વરસાદ વચ્ચે બરફની ચાદરનો અનોખો કુદરતી નજારો જોવા ગુજરાતના પર્યટકોનો ધસારો ચાલુ જ રહે છે.

કુદરતી કળાને નિહાળવા જ્ઞાન સરોવરમાં પર્યટકોનો ધસારો

બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજકાલ ફુલ ગુલાબી ઠંડી વચ્ચે સમગ્ર અરવલ્લી પર્વત માળાએ સોળે કળાએ ખીલી ઉઠી છે. બ્રહ્માકુમારીઝના પ્રસિદ્ધ ગાર્ડન પીસ પાર્ક તથા જ્ઞાન સરોવર ખાતે દેશ-વિદેશના અનેક ચિત્ર -વિચિત્ર ફૂલો, ઝરણાં, સ્ટેચ્યુ, હરિયાળી લોન સાથે વિવિધ કલરના ગુલાબો ખીલેલા છે. જેણે નિહાળવા મોટી સંખ્યામાં પર્યટકો અને પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી રહ્યા છે. અહીંના જ્ઞાન સરોવર અધ્યાત્મ નગરીમાં રાજયોગ સાધના માટે આવતા 140 દેશોના મહાનુભાવો સાધના કરે છે. તેથી ગાર્ડનમાં યોગ સાધના, કુટીર દેવતા- દેવીઓના સ્ટેચ્યુ, પરમાત્મા શિવના વિશાળ ચિત્રો સાથે અધ્યાત્મક સકારાત્મક ઉર્જા સતત અહીંના વાતાવરણમાં શક્તિનો સંચાર કરતા રહે છે. જેની અસર અહીના ફૂલ, છોડ, વૃક્ષો અને વિવિધ પ્રકૃતિ સૌંદર્યના ઝાડ પર પણ પડે છે. અહીં એક જ ડાળીની કળીમાંથી એક સાથે 20 ગુલાબ આવ્યા છે. જે આશ્વર્યજનક ઘટના કહી શકાય. પર્યટકો આશ્ચર્ય સાથે ગુલાબના ફુલો સાથે સેલ્ફી લેવા પડાપડી કરે છે. અહીં અનેક દેશોના વિવિધ કલરમાં ગુલાબ અન્ય ફૂલો પર્યટકોને વારંવાર આકર્ષી કુદરતનો શ્રેષ્ઠ નજારાનો અનુભવ કરાવે છે.

ગુજરાતમાંથી બારેમાસ મોટી સંખ્યામાં આવતા પર્યટકો બ્રહ્માકુમારીઝના જ્ઞાન સરોવર સ્થિત દાદી જાનકીજી પાર્કમાં મોટી સંખ્યામાં આવી અહીંની અધ્યાત્મ આર્ટ ગેલેરી, બગીચા, ફુવારા, યોગા ભ્યાસ માટે બનેલ બાબા કુટિયાનો ભરપૂર લાભ લઇ પોતાને અધ્યાત્મ સશક્ત બનાવી રહ્યા છે.

આ પણ વાંચો : પાલનપુર: થરમાં પંચામૃત મહોત્સવનો પ્રારંભ : 914 વર્ષ પહેલાં થરાની ધરતી પર 3005 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા

Back to top button