ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસા કોલેજમાં 120 લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

Text To Speech

પાલનપુર: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાજયની દરેક યુનિવર્સિટી અને કોલેજોમાં હાલમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જેના અનુસંધાને ડીસાની ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજમાં ડીસા નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં કુલ 120 લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાનમાં નગર પાલિકા ના પ્રમુખ રાજુભાઇ ઠકકર, સેનેટરી ઇન્સપેક્ટર દેવરામભાઈ, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર તથા સ્વચ્છતાના નોડલ ઓફિસર ડૉ. તુપ્તિબેન પટેલે સંકલન કરીને સ્વચ્છતા અભિયાન માટેની રૂપરેખા તૈયાર કરી હતી. તેના અનુસંધાને કોલેજનું ધાબુ, સોલાર વગેરેને પાણીથી સ્વચ્છ કરવામાં આવ્યા હતા.

બે ટ્રોલી કચરાનો ડમ્પીગ સાઈડમાં નિકાલ કરાયો

 સ્વચ્છતા અભિયાન-humdekhengenews

કોલેજના વિવિધ વર્ગખંડો, પંખાની સફાય, કોલેજની આસપાસ રહેલ ગટર, પાણી નિકાલની વ્યવસ્થા, વૃક્ષોના ખામણા, વગેરે પ્રવૃત્તિની સાથે વધારાનો કચરો તેમજ પ્લાસ્ટિક એકત્રિત કરી નગરપાલિકાની ટ્રોલીમાં ભરીને બે ટ્રોલી કચરાનો ડમ્પીગ સાઈડમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

 સ્વચ્છતા અભિયાન-humdekhengenews

આ સ્વચ્છતા અભિયાનમાં એન.એસ.એસ.ના 91 સ્વયંસેવકો, કોલેજ ના 12 સેવકભાઈઓ, 12 અધ્યાપક તેમજ નગરપાલિકા ના 5 સ્વચ્છતા કામદારોએ સહયોગ આપ્યો હતો.

 સ્વચ્છતા અભિયાન-humdekhengenews

એમ કુલ 120 વ્યકિતઓના સહયોગથી કોલેજ સંકુલને સ્વચ્છ કર્યુ હતું. જેમાં ડૉ. મિતલ વેકરિયા, પ્રો.દિવ્યા જી. પિલ્લઇ, પ્રો. પ્રિતુ વસાવા, પ્રો. નવનીત રાણા, ડૉ. વિશ્વમાં પ્રજાપતિ, પ્રો. કસ્તુર ચૌધરી, ડો. સેજલ પટેલ, પ્રો. તંજીલાબાનુ, પ્રો. નંદુભાઈ હેમચંદ્રાણી, પ્રો. કૌશલ દેસાઈ વગેરે અધ્યાપકોની હાજરી રહી હતી. આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંકુલ નિયામક છગનભાઇ પટેલ તેમજ કાર્યકારી આચાર્ય પ્રો. આર. ડી. રબારીએ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો :સુરત : બ્રેઇનડેડ સ્વજનના અંગદાન કરી 4 લોકોને નવજીવન આપી માનવતા મહેકાવી

Back to top button