પાલનપુર : ભાભરમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ ઓઈલના 100 ડબ્બા ઝડપાયા
- શહેરની પાંચ ઓટો ગેરેજ ના માલિક સામે ફરિયાદ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરમાં ડુપ્લીકેટ ઓઇલ ગેરેજ ના માલિકો વેચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને બ્રાન્ડેડ કંપનીના મેનેજર એ પોલીસને સાથે રાખીને ઓટો ગેરેજોમાં રેડ કરી હતી. જેમાં ડુપ્લીકેટ ઓઇલના 100 ડબ્બા મળી આવતા પાંચ ગેરેજના માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાઈક રીપેરીંગ ની ગેરેજમાં બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લીકેટ ઓઇલ વેચાઈ રહ્યું હોવાની માહિતીના આધારે સરહદી વિસ્તારના ભાભર ખાતે ટેક ઇન્ડિયા કંપનીના મેનેજરે પોલીસને જાણ કરી હતી. જેમાં કંપનીના મેનેજર એ પોલીસને સાથે રાખી ભાભરમાં આવેલી કેટલીક ગેરેજમાં રેડ કરી હતી. જેમાં કંપનીના નામના ડુપ્લીકેટ ઓઇલના ડબ્બા મળી આવ્યા હતા. રેડ દરમિયાન 900 મિ. લી. ના 100 ડબ્બા ડુપ્લીકેટ ઓઇલના ઝડપાયા હતા.
જ્યારે અહીંની કુળદેવી ઓટો ગેરેજ, ચામુંડા ઓટો ગેરેજ, જય માતાજી ઓટો ગેરેજ, જય જીશાન ઓટો ગેરેજ અને રાજ ઓટો ગેરેજમાંથી બ્રન્ડેડ કંપનીનું ડુપ્લીકેટ ઓઇલ મળી આવ્યું હતું જેથી કંપનીના મેનેજરે આ પાંચ ઓટો ગેરેજના માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે કંપની અને પોલીસે કરેલી રેડના સમાચાર મળતા જ કેટલાક ઓટો ગેરેજના માલિકો તેમની ગેરેજના શટર પાડીને રવાના થઈ ગયા હતા. ભાભર પોલીસે આ કિસ્સામાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : પાલનપુર: ડીસામાં ગેરકાયદેસર ધમધમતી 21 મટનની દુકાનો બંધ કરવાઈ