પાકિસ્તાનમાં આર્થિક સંકટ ! PM શહેબાઝ શરીફે UNમાં માગી મદદ


પાકિસ્તાન હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. પીએમ શાહબાઝ શરીફ જીનીવા આવ્યા છે. અહીં તે્મણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિને ટાંકીને દેશ ચલાવવા માટે યુએન અને અન્ય દેશો પાસેથી વધુ નાણાંની માંગણી કરી. તેમણે યુએનમાં કહ્યું હતું કે ગયા વર્ષે આવેલા પૂરથી તેમનો દેશ બરબાદ થઈ ગયો હતો.
તેમણે યુએનમાં ગયા વર્ષે આવેલા પૂરને ટાંકીને યુએન પાસેથી આ આધાર પર રાહત ફંડની માંગણી કરી હતી. પાકિસ્તાનમાં હાલમાં મોંઘવારી ચરમસીમા પર છે, જેના કારણે ન તો રાત્રે વીજળી મળે છે તેમજ ઘણા લોકો ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી. પાકિસ્તાનને દેવામાંથી બહાર આવવા માટે 16 અબજ ડોલરથી વધુ નાણાંની જરૂર છે.
પાકિસ્તાનમાં પૂરથી ત્રણ કરોડ લોકો પ્રભાવિત
આ સંમેલનમાં યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ હાજર હતા. વધુ પૈસાની માંગ કરતા પાકિસ્તાનના પીએમએ કહ્યું કે 2022માં ચોમાસાએ પાકિસ્તાનમાં 30 મિલિયનથી વધુ લોકોને અસર કરી હતી અને 80 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. તેમણે કહ્યું કે ગયા વર્ષના પૂરમાં 1700થી વધુ લોકોના મોત થયા હતા.
પાકિસ્તાનમાં મોંઘવારી ટોચ પર
જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે પણ વિશ્વના દેશોને ગરીબ પાકિસ્તાનની મદદ કરવાની અપીલ કરી હતી. પાકિસ્તાનમાં ઘઉંનો સ્ટોક ખતમ થવાના આરે છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કોમોડિટી માટે કટોકટી વધુ ઘેરી બની છે. આ મુદ્દે પ્રાંતીય મંત્રીએ કહ્યું કે બલૂચિસ્તાનને ઘઉંનો જરૂરી સ્ટોક મળ્યો નથી.