ટોપ ન્યૂઝવર્લ્ડ

UNGAમાં ફરી પાકિસ્તાનનું નાક કપાયું, રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા વચ્ચે કાશ્મીર રાગ આલાપતાં ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Text To Speech

ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનની નાપાક હરકત ફરી એકવખત જોવા મળી છે અને આ હરકત માટે ભારતે ફરી એક વખત પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી છે. UNGAમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે પાકિસ્તાનના રાજનાયક મુનીર અકરમ સતત કાશ્મીરની સ્થિતિને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે તુલના કરતા હતા. જે બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે જોરદાર ટોણો માર્યો. રુચિરા કંબોજે કહ્યું કે- સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન-રશિયા યુદ્ધ જેવા ગંભીર મુદ્દે ચર્ચા ચાલી રહી છે પરંતુ અમને આશ્ચર્ય થઈ રહ્યું છે કે ફરી એક પ્રતિનિધિમંડળ દ્વારા આ મંચનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. મારા દેશ વિરૂદ્ધ તુચ્છ અને વ્યર્થ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાન સામૂહિ અવમાનનાને લાયકઃ રચિરા કંબોજ
કંબોજે કહ્યું કે વારંવાર જૂઠ્ઠું બોલવાની માનસિકતા ધરાવનાર દેશ હંમેશા સહાનુભૂતિ લેવાનો પ્રયાસ કરે છે પરંતુ તેનાથી કોઈ ફાયદો નથી. તેમણે કહ્યું કે આ પ્રકારના નિવેદન પછી પાકિસ્તાન સામૂહિક અવમાનનાને લાયક છે.

જમ્મુ-કાશ્મીરનો સમગ્ર વિસ્તાર ભારતનો જ છેઃ કંબોજ
જમ્મુ અને કાશ્મીરનો આખો ક્ષેત્ર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે, તે પછી પાકિસ્તાનના પ્રતિનિધિ ઈચ્છે કે ન ઈચ્છે. અમે પાકિસ્તાનને આતંકવાદ રોકવા માટે કહીએ છીએ કે જેથી અમારા નાગરિક પોતાનું જીવન અને સ્વતંત્રતાના અધિકારનો આનંદ લઈ શકે.

Back to top button