ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો મોટો હુમલો, 15 લોકોના મૃત્યુ

કાબુલ, 25 ડિસેમ્બર: પાકિસ્તાને અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બરમાલ જિલ્લામાં હવાઈ હુમલા કર્યા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા. મૃત્યુઆંક વધવાની આશંકા છે. ખામા પ્રેસના અહેવાલ મુજબ, 24 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની હુમલામાં લમાન સહિત સાત ગામોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યો માર્યા ગયા હતા. સ્થાનિક સૂત્રોના દાવો મુજબ, બોમ્બ ધડાકા માટે પાકિસ્તાની જેટ જવાબદાર હતા. અહેવાલો દર્શાવે છે કે, બરમાલનું મુર્ગ બજાર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું છે, હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાની હવાઈ હુમલાથી તાલિબાન સ્તબ્ધ

ખામા પ્રેસે અહેવાલ આપ્યો કે, હવાઈ હુમલાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની પુષ્ટિ કરવા-હુમલાની જવાબદારી સ્પષ્ટ કરવા માટે વધુ તપાસની જરૂર છે. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પક્તિકાના બરમાલ પર હવાઈ હુમલા બાદ જવાબી કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મંત્રાલયે કહ્યું કે, તેમની જમીન અને સાર્વભૌમત્વની રક્ષા કરવાનો તેમનો કાયદેસરનો અધિકાર છે, અને હુમલાની નિંદા કરી, અને દાવો કર્યો કે “વઝીરિસ્તાની શરણાર્થીઓ” નિશાન બનાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાને મૌન જાળવી રાખ્યું 

પાકિસ્તાની અધિકારીઓએ સત્તાવાર રીતે હવાઈ હુમલાની પુષ્ટિ કરી નથી, પરંતુ સૈન્યની નજીકના સુરક્ષા સૂત્રોએ સૂચવ્યું કે હુમલા સરહદ નજીક તાલિબાન ઠેકાનાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ હવાઈ હુમલો થયો છે.ખામા પ્રેસ અહેવાલ મુજબ, પાકિસ્તાની તાલિબાન અથવા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની દળો પર તેના હુમલામાં વધારો કર્યો છે, પાકિસ્તાને અફઘાન તાલિબાન પર આ આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે.

મૃત્યુઆંક વધી શકે છે

તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઈનાયતુલ્લા ખ્વારઝમીએ પાકિસ્તાની દાવાઓને નકારી કાઢ્યા અને X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે હવાઈ હુમલામાં “નાગરિકો, મોટાભાગે વઝીરિસ્તાની શરણાર્થીઓ” માર્યા ગયા હતા. ખ્વારેઝમીએ જણાવ્યું કે, હુમલામાં “ઘણા બાળકો અને અન્ય નાગરિકો શહીદ અને ઘાયલ થયા હતા”, જોકે જાનહાનિની ​​સત્તાવાર સંખ્યા આપવામાં આવી નથી. સૂત્ર મુજબ, ઓછામાં ઓછા 15 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, અને શોધ પ્રયાસો ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની ધારણા છે.

આ પણ જૂઓ: J&K : પુંછમાં સેનાનું વાહન ખીણમાં પડતાં 5 જવાનો શહિદ, અનેક ઘાયલ

Back to top button