સ્પોર્ટસ

પાકિસ્તાનનો વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ ધડક જીત

Text To Speech

વેસ્ટ ઈન્ડિઝનો પાકિસ્તાન પ્રવાસઃ બુધવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો વધુ એક મોટો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો. બાબર આઝમ વેસ્ટ ઈન્ડિઝ સામે 103 રનની ઈનિંગ રમીને કેપ્ટન તરીકે ODIમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા કિંગ કોહલીએ 17મી ઇનિંગ્સમાં કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 રન બનાવ્યા હતા. જોકે બાબર આઝમે તેની 13મી ઇનિંગમાં કોહલીનો આ રેકોર્ડ તોડ્યો હતો.

બાબરે ચાહકોના દિલ જીત્યા
પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કરનાર બાબરે મેચ બાદ પણ ચાહકોના દિલ જીતી લીધા હતા. મેચ બાદ એવોર્ડ સેરેમનીનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને બાબરની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આઝમને તેની સદી માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ખુશદિલ શાહને એવોર્ડ આપ્યો હતો.

ફાઈલ ફોટો

શાહે તોફાની ઇનિંગ્સ રમી હતી
ખુશદિલ શાહે મેચના અંતે તોફાની ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેમણે 23 બોલમાં 4 સિક્સ અને 1 ફોરની મદદથી 41 રન બનાવ્યા હતા.

પાકિસ્તાને પ્રથમ વન-ડે જીતી
બાબર આઝમની રેકોર્ડ 17મી સદીની મદદથી પાકિસ્તાને પ્રથમ ODIમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે પહેલા બેટીંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 305 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. 306 રનના લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાન તરફથી બાબરે 103, ઈમામ-ઉલ-હકે 65 અને રિઝવાને 59 રન બનાવ્યા હતા. અંતે ખુશદિલ શાહની 23 બોલમાં અણનમ 41 રનની ઇનિંગ સૌથી મહત્વની રહી હતી.

Back to top button