આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગવર્લ્ડસંવાદનો હેલ્લારો

પાકિસ્તાનનું અર્થતંત્ર હવે ‘ગધેડા’ને સહારેઃ ચીન સાથે મળીને બનાવી ખતરનાક યોજના, જાણો

પાકિસ્તાન, 24 ઓકટોબર, કંગાળ પાકિસ્તાન હવે પૈસા કમાવવા આ વર્ષના અંતમાં ચીનને મોટા પાયે ગધેડાની ચામડી અને માંસની નિકાસ કરવાનું વિચારી રહ્યું છે. માહિતી અનુસાર પાકિસ્તાન આ નિકાસને સરળ બનાવવા ગ્વાદરમાં નવા કતલખાનાઓ બનાવી રહ્યું છે. સ્થાનિક બજારો આ પગલાથી પ્રભાવિત રહેશે નહીં. આ કતલખાનાઓમાં દર વર્ષે 2,16,000 ગધેડાઓ ને મારવાની ક્ષમતા હશે. જોકે પાકિસ્તાન પાસે હાલ 52 લાખ ગધેડા છે. પાકિસ્તાનથી દુનિયાભરમાં ગધેડાની નિકાસ કરવામાં આવે છે અને પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદનાર સૌથી મોટો દેશ ચીન જ છે. ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદે છે અને તેનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં કરે છે.

પાડોશી દેશ પાકિસ્તાન આતંકની ફેક્ટરી માટે જ જાણીતો નથી. હકીકતમાં પાકિસ્તાન ભૂખમરો, ગરીબી, અનિયંત્રિત સરકાર અને એક ખાસ વસ્તુ માટે પણ જાણીતો છે. એક ખાસ વસ્તુ છે પાકિસ્તાનના ગધેડા. પાકિસ્તાનમાં ગધેડાની ખૂબ માંગ છે, જેના કારણે તેની કિંમતો આસમાને છે. ગધેડાની વધતી કિંમતોનું કારણ પાકિસ્તાનનું પરમ મિત્ર ચીન છે, જ્યાં પરંપરાગત દવા અને સૌંદર્ય પ્રસાધનોમાં ગધેડાની ચામડીનો ઉપયોગ વધી રહ્યો છે. પાકિસ્તાનના એક ગધેડાની કિંમત 300,000 પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગઈ છે. મોટાભાગે નૂર પરિવહન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણી માટે આ એક મોટી રકમ છે. પરંતુ તેની વધતી કિંમત એ લોકો માટે મોટું સંકટ ઉભું કર્યું છે જેઓ ગધેડા ગાડી ચલાવીને પોતાનું જીવન અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

જુલાઈમાં, પાકિસ્તાનના વાણિજ્ય સચિવે એક બેઠકમાં કહ્યું હતું કે ગધેડાની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી અને પાકિસ્તાન પહેલાથી જ ગધેડાનું પાલન કરવાનું શરૂ કરી ચૂક્યું છે. તેમણે કહ્યું હતું કે, અમે ગધેડાની ચામડી માટે ચીન સાથે કરારને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. જ્યારે ગધેડાના માંસની નિકાસ અંગે ચર્ચા ચાલી રહી છે. ડૉ. ઇકરામે એ પણ માહિતી આપી હતી કે પાકિસ્તાન આ નિકાસને સરળ બનાવવા માટે ગ્વાદરમાં નવા કતલખાનાઓ બનાવી રહ્યું છે. સ્થાનિક બજારો આ પગલાથી પ્રભાવિત રહેશે નહીં. આ કતલખાનાઓમાં દર વર્ષે 2,16,000 ગધેડાઓને મારવાની ક્ષમતા હશે. ડૉ.ઈકરામે કહ્યું કે પાકિસ્તાન પાસે અત્યારે 52 લાખ ગધેડા છે.

ડૉ. ઇકરામે એ પણ ગધેડાની વસ્તીને જાળવી રાખવાની જરૂરિયાતનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે તેના માટે સંવર્ધન સુવિધાઓ જાળવવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે સ્થાનિક ફાર્મા સાથે ચીની કંપનીઓની ભાગીદારી માટે કામ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા તો વધારે છે પરંતુ, તેમની ડિમાન્ડ પણ વધારે છે.

આ પણ વાંચો..જસ્ટિન ટ્રુડોને 28મી સુધીનું અલ્ટિમેટમઃ સત્તાપક્ષ અને વિપક્ષ બંને PMથી નારાજ

Back to top button