વર્લ્ડ

પાકિસ્તાન સંકટ: ગરીબ પાકિસ્તાન છોડીને ભાગી રહ્યા છે અમીર, 10 લાખ લોકો અચાનક ગાયબ!

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. પાડોશી દેશ પર દેવાનો બોજ એટલો વધી ગયો છે કે તેને ગમે ત્યારે ડિફોલ્ટર જાહેર કરી શકાય છે. અહીંના લોકો માટે બે ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની ગઈ છે. આ સંજોગોમાં હવે પાકિસ્તાનના અમીર લોકો દેશમાંથી ભાગી જવાનું વધુ સારું માની રહ્યા છે. એક ખાનગી ન્ચૂઝના અહેવાલ મુજબ પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં અમીર લોકો અન્ય દેશોમાં જઈ રહ્યા છે. ગયા વર્ષે લગભગ 10 લાખ પાકિસ્તાનીઓએ પોતાનો દેશ છોડી દીધો હતો. પાકિસ્તાનથી વિદેશ જનારા લોકોની સંખ્યામાં અચાનક વધારો થયો છે. 2021 ની તુલનામાં, 2022 માં દેશ છોડીને જતા પાકિસ્તાનીઓની સંખ્યામાં લગભગ 200 ટકાનો વધારો થયો છે.

Pakistan

પાકિસ્તાનનું ભાગ્ય શ્રીલંકા જેવું થશે!આ ખબર ત્યારે પડી જ્યારે હોન્ડા કાર કંપનીએ પાકિસ્તાનમાં તેનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી. પાકિસ્તાની મીડિયા અનુસાર હોન્ડા કંપનીએ પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જને પત્ર લખીને આ અંગેની જાણકારી આપી છે. હોન્ડા કાર કંપની પાકિસ્તાનમાં પોતાનો કારોબાર બંધ કરવા માટે એકલી નથી, છેલ્લા કેટલાક મહિનામાં ઘણી મોટી કંપનીઓ દેશ છોડી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનનું ભાગ્ય પણ શ્રીલંકા જેવું જ થવાનું છે. આ કંપનીઓમાં સુઝુકી મોટર્સ કોર્પોરેશન, જીએસકે, અમરેલી સ્ટીલ્સ લિમિટેડ, મિત્તલ ટ્રેક્ટર્સ લિમિટેડ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ લિ. સહિત અનેક કંપનીઓએ પોતાના પ્લાન્ટ બંધ કરી દીધા છે. આ કંપનીઓનું કહેવું છે કે પાકિસ્તાનમાં તેમની પ્રોડક્ટ ખરીદવા માટે કોઈ બાકી નથી.

તમને જણાવી દઈએ કે ભારતમાં હોન્ડા સિટી કારની કિંમત 11-15 લાખ રૂપિયાની વચ્ચે છે, જ્યારે પાકિસ્તાનમાં આ જ કારની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ છે. તેવી જ રીતે ભારતમાં જે SUV કારની કિંમત 30 લાખ છે, તેની કિંમત પાકિસ્તાનમાં એક કરોડ રૂપિયાથી વધુ છે. પાકિસ્તાનમાં મોંઘવારી દર 27 ટકાને વટાવી ગયો છે. પાકિસ્તાની ચલણ ડોલર સામે 25 ટકા સુધી ગબડ્યું છે. કમરતોડ મોંઘવારીથી પ્રજાની હાલત કફોડી બની છે. શાહબાઝ સરકારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 ટકાથી વધુનો વધારો કર્યો છે. વીજળીના દરમાં પણ 8 રૂપિયા પ્રતિ યુનિટના દરે વધારો કરવામાં આવ્યો છે. સરકારે ઉદ્યોગપતિઓને અપાતી સબસિડી નાબૂદ કરી છે.

આ પણ વાંચો : શિ જિનપિંગના ખાસ લી કિયાંગ બન્યા ચીનના નવા વડાપ્રધાન

Back to top button