વર્લ્ડ

પાકિસ્તાન ઉપર આર્થિક સંકટ વધુ ઘેરૂ બન્યું : રાહત પેકેજ પર IMF સાથે કરાર ન થયો

Text To Speech

પાકિસ્તાન અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) વચ્ચે સ્ટાફ સ્તરે $1.1 બિલિયનના રાહત પેકેજ માટે કોઈ સમજૂતી થઈ નથી. પાકિસ્તાનને નાદારીથી બચાવવા માટે આ પેકેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દસ દિવસની વાતચીત બાદ પણ બંને પક્ષો વચ્ચે પેકેજને લઈને કોઈ સમજૂતી થઈ શકી નથી. વોશિંગ્ટન સ્થિત IMFએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વર્ચ્યુઅલ માધ્યમથી વાટાઘાટો ચાલુ રહેશે.

રાહત પેકેજની સખત જરૂર

પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ત્રણ અબજ ડોલરથી ઓછો રહ્યો છે. નાણાકીય પતન ટાળવા માટે તેને આ સમયે નાણાકીય મદદ અને IMF તરફથી રાહત પેકેજની સખત જરૂર છે. નવમી સમીક્ષા હાલમાં બાકી છે અને તેની સફળતાપૂર્વક પૂર્ણ થવા પર, આગામી તબક્કા તરીકે $1.1 બિલિયન રિલીઝ કરવામાં આવશે.

નાણામંત્રીની ડંફાસ – IMF સાથે વાતચીત સકારાત્મક રહી

જોકે એક અહેવાલ અનુસાર નાણામંત્રીએ દાવો કર્યો કે વૈશ્વિક લોનદાતા એટલે કે IMF સાથે વાતચીત સકારાત્મક રીતે સમાપ્ત થઈ છે. દુનિયાભરમાં થઇ રહેલી ટીકાઓ વચ્ચે તેમણે કહ્યું કે સરકાર મિની બજેટના માધ્યમથી 170 અબજ રુપિયાનો ટેક્સ લાદવાની તૈયારી કરી રહી છે જેથી IMFની લોનના કાર્યક્રમને ફરી પુનઃજીવીત કરી શકાય. નાણામંત્રીએ પુષ્ટી કરી હતી કે સરકારને વોશિંગ્ટન સ્થિત IMF દ્વારા આર્થિક અને નાણાકીય નીતિઓ અંગે મુસદ્દો મળ્યો છે.

Back to top button