બ્રેકિંગ ન્યૂઝ: SSCની પરીક્ષા પાસ કરીને પાકિસ્તાનીઓ ભારતીય સેનામાં ઘૂસ્યાનો આરોપ; CBIને તપાસનો આદેશ
કલકત્તા: કલકત્તા હાઈકોર્ટે બે પાકિસ્તાની નાગરિકો ઉત્તર 24 પરગણા જિલ્લાના બેરકપોરમાં આર્મી કેન્ટોનમેન્ટમાં કામ કરતા હોવાના આરોપની સીબીઆઈ તપાસનો નિર્દેશ આપ્યો છે.
મંગળવારે આ મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ રાજશેખર મંથાએ કહ્યું કે સીઆઈડીની સાથે સીબીઆઈએ પણ આ મામલે પ્રાથમિક તપાસ શરૂ કરવી જોઈએ. દેશની સુરક્ષાના હિતમાં તમામ એજન્સીઓએ સાથે મળીને કામ કરવું પડશે.
અસલમાં હુગલી જિલ્લાના રહેવાસી વિષ્ણુ ચૌધરી નામના એક વ્યક્તિએ પાછલા છ જૂને હાઇકોર્ટમાં આ અંગે એક અરજી દાખલ કરી હતી. આમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે કેન્દ્ર સરકારે સ્ટાફ સિલેક્શન કમીશનની પરીક્ષા પાસ કરીને પાકિસ્તાની નાગરિક ભારતીય સેનામાં કામ કરી રહ્યાં છે. આમાં બેરકપુરના બે કર્મચારી પણ સામેલ છે.
તેમના નામ ક્રમશ: જયંત કુમાર અને પ્રદ્યુમન કુમાર છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ બંને પાકિસ્તાનથી આવીને સેનામાં સામેલ થયા છે. તેમને નકલી દસ્તાવેજોની મદદથી પરીક્ષા પાસ કર્યા પછી નોકરી મેળવી છે.
આનાથી પહેલા આ મામલાની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ મંથાએ પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈનો હાથ હોવાની પણ આશંકા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો- ‘શું નાણામંત્રી ટામેટા ખાય છે…’, પ્રિયંકા ચતુર્વેદીએ નિર્મલા સીતારમણ પર કર્યો કટાક્ષ
મંગળવારની સુનાવણી દરમિયાન જજે કહ્યું કે, રાજ્ય સરકાર પાસેથી મળેલી જાણકારી અનુસાર સીઆઈડીની પ્રાથમિક તપાસમાં ખુબ જ મહત્વપૂર્ણ તથ્ય મળ્યા છે.
આ કેસના તાર બિહાર, ઉત્તર પ્રદેશ અને અસમ સહિત અનેક રાજ્યો સુદી ફેલાયેલા છે. નકલી ડોમિસાઇલ સર્ટિફિકેટ છાપનાર પ્રિન્ટિંગ પ્રેસની માહિતી પણ સામે આવી છે.
ન્યાયમૂર્તિ મંથાનું કહેવું હતુ કે, આ કેસમાં સેના, સીબીઆઈ અને સીઆઈડીને પરસ્પર ટકરાવથી બચીને કામ કરવું પડશે. સીઆઈડીને મળેલી જાણકારી સેનાને સોંપવી પડશે. પાછળતી સેના જરૂર પ્રમાણે રિપોર્ટ આપી શકે છે.
આ કેસની આગામી સુનાવણી 26 જૂલાઇએ થશે. અદાલતે સીઆઈડી અને સીબીઆઈને સુનાવણીના દિવસે તપાસની પ્રગતિ પર રિપોર્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે.
અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ કેસમાં અનેક પ્રભાવશાળી નેતા, સરકારી અધિકારી, પોલીસ અને સ્થાનિક નગરપાલિકા પણ સામેલ છે.
આરોપ છે કે એસએસસીની પરીક્ષા માટે ડોમિસાઈલ સર્ટિફિકેટ ઉપરાંત જાતિ પ્રમાણપત્ર અને ચરિત્ર પ્રમાણપત્ર જેવા અનેક દસ્તાવેજોની જરૂર પડતી હોય છે. એવા તમામ નકલી દસ્તાવેજો થકી બહારના લોકોની પરીક્ષામાં સામેલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો-TATA and Sons : આખરે બે દાયકા બાદ માર્કેટમાં આવશે TATA જૂથનો IPO, જાણો તેની ડીટેલ્સ