ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

પાકિસ્તાની યુટ્યુબર લઈ રહી હતી ઈન્ટરવ્યુ, પુરૂષે બળજબરીથી મહિલાનું માથું પોતાની શાલથી ઢાંક્યું, પછી જે થયું જોવા જેવું

  • મહિલાએ તરત માથા પરથી શાલ હટાવીને પોતાનો બચાવ કરવાનું શરૂ કર્યું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

પાકિસ્તાન, 20 એપ્રિલ: પાકિસ્તાની યુટ્યુબર મહિલા સાથે બનેલી ઘટનાનો વીડિયો શોસિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહિલા યુટ્યુબર એક વ્યક્તિનો ઈન્ટરવ્યુ લઈ રહી હતી ત્યારે એક પાકિસ્તાની વ્યક્તિએ તેની શાલ વડે કેમેરાની સામે મહિલા યુટ્યુબરનું માથું બળપૂર્વક ઢાંકવાનો પ્રયાસ કરે છે. આ સમયે મહિલા યુટ્યુબર બરાબરની આ વ્યક્તિ પર ગરમ થાય છે અને તેને ઠપકો આપે છે. આ તમામ ઘટના કેમેરામાં કેદ થાય છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે યુટ્યુબર મહિલા એક વ્યક્તિનું ઈન્ટરવ્યું લઈ રહી છે, આ સમય દરમિયાન વ્યક્તિ મહિલા ઈન્ટરવ્યુ લેનારને કહે છે કે તે ઈસ્લામિક રાષ્ટ્રમાં છે અને તેનું માથું ઢાંકવું જોઈએ. પછી તે તેની પરવાનગી વિના મહિલાનું માથું તેની શાલથી ઢાંકવાનું શરૂ કરે છે. આ અજાણ વ્યક્તિની આકસ્મિક ક્રિયાથી મહિલા યુટ્યુબર ઉશ્કેરાયેલી અને આશ્ચર્યચકિત જોવા મળે છે, તેણીએ વ્યક્તિ દ્વાર ઓઢાડવામાં આવેલી તેની શાલ કાઢી નાખે છે અને તે પુરુષને ઠપકો આપે છે. મહિલાના તીક્ષ્ણ જવાબે સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સના દિલ જીતી લીધા છે.

પાકિસ્તાનમાં કાયદા દ્વારા હિજાબ ફરજિયાત નથી. મહિલાએ પુરુષ પર તેને પરવાનગી વિના સ્પર્શ કરવાનો આરોપ મૂક્યો અને તેને “મોટો અપરાધ” ગણાવ્યો. મહિલાએ કહ્યું, “તમારો ઇસ્લામ સ્કાર્ફ (દુપટ્ટા) થી શરૂ થાય છે અને સ્કાર્ફ (દુપટ્ટા) થી પૂરો થાય છે. શું ઇસ્લામ તમને આ જ શીખવે છે? વધુમાં ગુસ્સામાં આવી મહિલાએ વ્યક્તિને કહ્યું કે પરવાનગી વગર મહિલાને સ્પર્શ કરવો એ અ સામાજિક જુલમ છે.”

અહીં જૂઓ વીડિયો:

 

આ પછી મહિલા તે વ્યક્તિને કહે છે કે આ કારણે તેની ધરપકડ પણ થઈ શકે છે અને ત્યાર બાદ તરત જ તે તેની શાલ પાછી આપી દે છે. પસાર થતા કેટલાક લોકો પણ મહિલાનો બચાવ કરી રહ્યા છે અને કહે છે કે માથું ઢાંકવું કે ન ઢાંકવું તે તેની અંગત પસંદગી છે.

આ વિડિયો પર પ્રતિક્રિયાઓનો ધમધમાટ જોવા મળ્યો હતો, લોકોએ લડત આપવા બદલ મહિલાની પ્રશંસા કરી હતી. એક યુઝરે કમેન્ટ કરી, “કોઈને પણ કોઈ પણ મહિલા પર દુપટ્ટો નાખવાનો અધિકાર નથી. દુપટ્ટો પહેરવો કે ન પહેરવો તે સંપૂર્ણપણે તેની પસંદગી છે.” X પર અન્ય એક યુઝરે કહ્યું કે દુનિયાને ધાર્મિક કટ્ટરવાદથી મુક્ત થવાની જરૂર છે. અન્ય એક યુઝરે કહ્યું – “આ કારણે પાકિસ્તાન પાકિસ્તાન જ રહેશે.”

આ પણ વાંચો: JCBની મદદથી હવામાં ઉડાડ્યું પ્લેન, વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

Back to top button