પાકિસ્તાની યુવક બાઇક પર જ ફર્યો આખું ભારત, શું કહ્યુ તેણે India વિશે?
પાકિસ્તાનના વ્લોગર ‘અબરાર હસને’ એક મોટરસાઇકલ પર સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો. હસને તેની ‘दोस्ती दौरा’ 30 દિવસમાં પૂરી કરી અને 7,000 કિમીનું અંતર કાપ્યું. તેમના ભારત પ્રવાસ દરમિયાન, તેમણે જોયું કે બંને દેશો વચ્ચેના પ્રતિકૂળ સંબંધો હોવા છતાં, લોકો દ્વારા તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની બાઈકરે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મુંબઈ, કેરળ જેવા વિવિધ રાજ્યોના શહેરોની સુંદર મુલાકાતના ઘણા વીડિયો શેર કર્યા છે. વ્લોગર અબરારે તેની યુટ્યુબ ચેનલ, WildLens પર તેની ભારતની મુસાફરીના વિડિયોઝ શેર કર્યા છે.
View this post on Instagram
હસને BMW ટ્રેલ બાઇક સાથે ભારતની મુસાફરી કરી હતી. તેણે પ્રોફેશનલ કેમેરા વડે તેની મુસાફરી દરમિયાનના વિડિયો શુટ કર્યા છે. ઘણા ભારતીય લોકોએ તેમને ભોજન કરાવ્યુ. કેટલાકે તેમની બાઇક પર સવારી કરીને તેમને ભારત તરફથી પ્રેમ દર્શાવ્યો.
હસને 3 એપ્રિલના રોજ તેની ભારત યાત્રા શરૂ કરી હતી અને તેમણે લખ્યું હતું કે, “વિઝા મેળવવા માટે વર્ષો સુધી પ્રયાસ કર્યા પછી ભારત વિઝા આખરે મને મળી જ ગયા છે, ભારતમાં આપનું સ્વાગત છે. આ વખતે હું સફળ થયો અને માત્ર હું જ નહીં પરંતુ રંગીલી પણ.”
કેરળની મુલાકાત વખતે હસને કહ્યુ કે, ‘કેરળને ભગવાનો દેશ કહેવાય છે. વધુમાં કહ્યું કે કેરળના બેકવોટર કદાચ કેરળના ઘણા અદભૂત સ્થળોમાંથી એક છે જેની મુલાકાત લોકોએ લેવી જ જોઈએ.”
View this post on Instagram
તેમણે રાજસ્થાન વિશેનો તેમનો અનુભવ પણ શેર કરતા લખ્યું, “રાજસ્થાન, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય, જે રાજાઓની ભૂમિ તરીકે પણ ઓળખાય છે, તે માત્ર સૌથી આકર્ષક સંસ્કૃતિઓનું ઘર નથી, પરંતુ કેટલાક સૌથી સુંદર કિલ્લાઓથી પણ સમૃદ્ધ છે…, આ રાજ્ય મહેલો, મંદિરો અને મસ્જિદોથી સમૃદ્ધ બન્યુ છે. તેમણે કહ્યુ અહીં હું સુંદર હવા મહેલની સામે ઉભો છું.”
View this post on Instagram
14 મેના રોજ તેમણે લખ્યું, “ભારત ઉત્તરથી દક્ષિણ સુધીના આવા વૈવિધ્યસભર લેન્ડસ્કેપથી ધન્ય છે. દરરોજ મેં કંઈક અલગ જોયું અને ભારતના સ્થાનિક લોકોની મિત્રતાએ તેની યાત્રાને વધુ સુંદર બનાવી” ભારત અને પાકિસ્તાનના લોકોએ આ યાત્રાને ખુબ પસંદ કરી છે અને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. હવે હસનનીભારત યાત્રા પુર્ણ થઈ છે.
આ પણ વાંચો: રશિયાની પાકિસ્તાનને મદદ