પાકિસ્તાની મહિલાએ તલાક પછી કરી જોરદાર ઉજવણી, જૂઓ વાયરલ વીડિયો
- સોશિયલ મીડિયા પર એક મહિલાનો બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- મહિલાએ તલાકની ઉજવણીમાં બોલિવૂડ ગીતો પર કર્યો ડાન્સ
- વીડિયોના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ પણ આ મુદ્દે પોતાના મંતવ્યો કરી રહ્યા છે વ્યક્ત
HD ન્યૂઝ ડેસ્ક, 27 જુલાઈ: ઇન્ટરનેટ પર વપરાશકર્તાઓ દરરોજ રસપ્રદ વીડિયો જોતા જ હોય છે. આ વખતે પણ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં રહેતી આ પાકિસ્તાની મહિલાએ તલાક બાદ પોતાના ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તે જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી હતી. દેખીતી રીતે, મહિલાની આ તલાકની ઉજવણી ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર લોકો કમેન્ટ સેક્શનમાં પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
લગ્ન જીવનની બની ગઈ સજા
વાયરલ થઈ રહેલા વીડિયોમાં મહિલા બોલીવુડના ગીતો પર ખુલ્લેઆમ ડાન્સ કરતી જોવા મળી રહી છે. 1 મિનિટની અંદર મહિલા 4 અલગ-અલગ હિન્દી ગીતો પર ડાન્સ કરે છે. મહિલાને શીલા કી જવાની, સોના કિતના સોના હૈ, પૈસા અને જોર કા ઝટકા ગીતો પર ડાન્સ કરતી જોઈ શકાય છે. સેલિબ્રેશનના આ વીડિયોમાં મહિલા ડાન્સ કરતી અને પૂરી રીતે એન્જોય કરતી જોવા મળે છે. તેમજ તેના પરફોર્મન્સને જોઈને ત્યાં ઉભેલા લોકો પણ જોરથી તાળીઓ વગાડી રહ્યા છે. મહિલાના આ તલાકની ઉજવણીને લોકો ખરેખર પસંદ કરી રહ્યા છે. ઈન્ટરનેટ યુઝર્સ પણ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
અહીં જૂઓ વીડિયો:
Woman dances the night away to celebrate her divorce, video goes viral. pic.twitter.com/I99CsTOiPx
— RASALA.PK (@rasalapk) July 24, 2024
સિંગલ રહેવું સારું: યુઝર્સ
આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું – એકલા રહેવું જ શ્રેષ્ઠ છે. કોઈ તણાવ નહીં, તમારી પોતાની શરતો પર જીવનનો આનંદ માણો અને શાંત રહો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ તેણીનો દિવસ છે, તેણીને રિલેશનશીપમાંથી બહાર આવ્યા બાદ ઉજવણી કરવા દો અને ખુશ રહેવા દો. ત્રીજા યુઝરે લખ્યું કે હું આ મહિલા માટે ખુશ છું, મને આશા છે કે તે પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકશે અને સંપૂર્ણ જીવન જીવી શકશે.
આ પણ વાંચો: ગેંગસ્ટરે જેલમાંથી છૂટવાની ખુશીમાં એવી રેલી યોજી કે ફરી પાછું જવું પડ્યું જેલ! વીડિયો વાયરલ