ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

પાકિસ્તાની વિજેતા ખેલાડી પાસે જીત સેલિબ્રેટ કરવા પોતાનો ધ્વજ નહોતો, જૂઓ વીડિયો નીરજે શું કર્યું?

Text To Speech
  • નીરજ ચોપરાએ જેવલિન થ્રોની ફાઇનલ મેચમાં 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

પેરિસ, 9 ઓગસ્ટ: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક 2024માં 8મી ઓગસ્ટની રાત્રે યોજાયેલી જબરદસ્ત ફાઇનલમાં પોતાના ગોલ્ડ મેડલ જીતવાના સપનાથી ચૂકી ગયા છે. નીરજ ચોપરાએ 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ દરમિયાન ઇવેન્ટ બાદ મેડલ જીતેલા ખેલાડીઓનું ફોટો સેશન ચાલી રહ્યું હતું, જેમાં ખેલાડી પોતાના દેશના રાષ્ટ્રીય ધ્વજ સાથે ફોટો પડાવે છે. પરંતુ પાકિસ્તાનના વિજેતા ખેલાડી અરશદ નદીમ પાસે જીત સેલિબ્રેટ કરવા પોતાનો ધ્વજ નહોતો, ત્યારે નીરજ ચોપરાએ તેમને બોલાવ્યા અને બંનેએ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સાથે પોઝ આપ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ રીતે, નીરજ ચોપરા સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતનો ચોથો ખેલાડી અને એથ્લેટિક્સમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. નીરજ ચોપરાના કટ્ટર હરીફ અરશદ નદીમે રેકોર્ડબ્રેક થ્રો સાથે ઓલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ મેડલ પર પોતાનું નામ લખાવ્યું હતું. જ્યારે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે 88.54 મીટર સાથે બ્રોન્ઝ જીત્યો હતો.

જૂઓ અહીં વીડિયો

વીડિયોમાં આ એ ક્ષણ છે, જ્યારે નીરજ ચોપરાએ અરશદ નદીમને ફોટો માટે આમંત્રણ આપ્યું કારણ કે નીરજ ચોપરાને ખબર પડી કે અરશદ નદીમે આ ક્ષણે પોતાનો રાષ્ટ્રીય ધ્વજ ગુમાવી દીધો છે. મેદાન પર પ્રચંડ સ્પર્ધકો રહેલા બંને એથ્લેટ્સે ભારતીય ધ્વજ હેઠળ એકસાથે પોઝ આપ્યો હતો.

આ પણ જૂઓ: નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Back to top button