ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

પાકિસ્તાની ગાયક આતિફ અસલમ વર્ષો પછી બોલિવૂડની આ ફિલ્મ માટે ગાશે ગીત

Text To Speech

મુંબઈ, 30 જાન્યુઆરી : પુલવામા હુમલા બાદ પાકિસ્તાની કલાકાર પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી કોઈ પણ પાકિસ્તાની એક્ટર કે સિંગર બોલિવૂડની કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નથી. તેમ જ તેનો કોઈ લાઈવ શો પણ ભારતમાં થયો નથી. પરંતુ હાલમાં જ આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. ભારતીય ચાહકો તેમના મનપસંદ સ્ટાર્સ સાથે પાકિસ્તાની કલાકારોને જોઈ શકશે. ચાહકોની આ માંગ બહુ જલ્દી પૂરી થઈ હોય તેવું લાગે છે. પાકિસ્તાની સિંગર આતિફ અસલમ 7-8 વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરશે.

એક રિપોર્ટ અનુસાર, આતિફ અસલમ તેના બોલિવૂડમાં કમબેક અંગે સંગિની ભાઈઓ હરેશ અને ધર્મેશની ફિલ્મ માટે વાતચીત ચાલી રહી છે. આ ફિલ્મ સંગિની બ્રધર્સ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનવવામાં આવશે. આ ફિલ્મનું નામ લવ સ્ટોરી ઓફ 90’s છે. સાથે જ, આ ફિલ્મમાં અધ્ય્યન સુમન અને મિસ યુનિવર્સ દિવા દિવિતા રાય જોવા મળશે.

સંગિની બ્રધર્સે કરી પુષ્ટિ

સંગિની બ્રધર્સે આ બાબતે પુષ્ટિ કરી છે કે તેઓ પાકિસ્તાની ગાયક આતિફ અસલમ સાથે કોલેબ કરશે.  7-8 વર્ષ પછી આતિફનું શાનદાર કમબેક. તે ખૂબ જ ખુશ છે કે આતિફ અસલમે તેની ફિલ્મ LSO90માં તેનું પહેલું ગીત ગાયું. નિર્માતા સંગિની બ્રધર્સે દાવો કર્યો છે કે આતિફના ચાહકો રોમાંચિત થઈ જશે.

આતિફ પાસે હા પડાવવી મુશ્કેલ

LSO90ના પ્રોડ્યુસર્સે કહ્યું કે, આતિફ અસલમને તેમની બોલિવૂડ ફિલ્મ માટે લેવો પડકારજનક હતો. આતિફને તેણે ફિલ્મ વિશેની તમામ માહિતી જણાવવી પડી હતી. સાથે જ, આતિફને ફિલ્મની સ્ટોરી ખૂબ જ ગમી તેથી તેણે ફિલ્મમાં ગીત ગાવા માટે હા પાડી હતી. આ ઉપરાંત, આતિફ સિવાય આ ફિલ્મમાં ઉદિત નારાયણ અને અમિત મિશ્રા પણ ગાવાના છે. આ ફિલ્મનું સંગીત ખૂબ જ શાનદાર હશે.

આ પણ વાંચો : Filmfare Awards 2024: શાહરૂખને એવોર્ડ ન મળ્યો, ચાહકોએ ફિલ્મફેર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું

Back to top button