કચ્છમાં એક બોટ સાથે પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા
- BSF એ ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરી ઝડપ્યા
- બોટનુ એન્જીન બંધ થતા ભારતીય સરહદમાં પ્રવેશ્યા હોવાનુ સામે આવ્યુ
- બોટ સાથે ઝડપાયેલ પાકિસ્તાની માછીમારોની પુછપરછ શરૂ કરી છે
BSF એ ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરી ઝડપ્યા છે.બોટનુ એન્જીન બંધ થતા ભારતીય સરહદમાં પ્રવેશ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.
આ પણ વાંચો : ડો.અતુલ ચગ આત્મહત્યા કેસ : તપાસ અધિકારી રજા ઉપર ઉતરી ગયા, કાર્યવાહી મામલે BJP નેતા આકરાપાણીએ
કચ્છમાં એક બોટ સાથે પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા છે. મહત્વનું છે કે BSF એ ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની ઘુસણખોરી ઝડપ્યા છે. બોટનું એન્જીન બંધ થતા ભારતીય સરહદમાં પ્રવેશ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. BSF એ બોટ સાથે ઝડપાયેલ પાકિસ્તાની માછીમારોની પુછપરછ શરૂ કરી છે.
BSFના જવાનોએ ઘૂસણખોરીની આ ઘટનાને નિષ્ફળ બનાવી
દેશની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાની ઘૂસણખોર, માછીમારી બોટ મળવાની ઘટના બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત BSFના જવાનોએ એક બોટ સાથે પાકિસ્તાની ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. ક્રિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા BSFના જવાનોએ ઘૂસણખોરીની આ ઘટનાને નિષ્ફળ બનાવી છે.
થોડા દિવસો અગાઉ લખપતના દરિયાઇ હરામીનાળા ક્રિક વિસ્તારમાંથી BSFએ 3 પાકિસ્તાની સાથે એક માછીમાર બોટ ઝડપી પાડી હતી. ત્યારે ફરી એક વાર નાપાક પાકિસ્તાનીની ઘૂસણખોરીની ઘટના સામે આવી છે.