ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર નિષ્ફળઃ ભારતીય સેનાએ તોડી પાડ્યું ડ્રોન

Text To Speech

ફરી એકવાર પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર નિષ્ફળ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક ડ્રોન તોડી પાડ્યું છે. આ ડ્રોન કઠુઆ જિલ્લાના રાજબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના તલ્લી હરિયા ચકમાં બોર્ડર તરફથી આવી રહ્યું હતું. ડ્રોન સાથે પેલોડ જોડાયેલ છે જેની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક લોકોએ ડ્રોનને ખેતરો પર ઉડતું જોયું હતું. તે લોકોએ તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી. આ પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમની ટીમ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ડ્રોનને તોડી પાડ્યું.

ડ્રોન સાથે કઈ વસ્તુઓ મળી?
કઠુઆના SSP આરસી કોટવાલે જણાવ્યું કે ડ્રોન વિશે માહિતી મળ્યા બાદ રાજબાગ પોલીસની ટીમ શોધખોળમાં લાગી ગઈ હતી. ત્યારબાદ, ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. ડ્રોન સાથે 7 મેગ્નેટિક પ્રકારના IED બોમ્બ અને 7 UBGL (અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર) મળી આવ્યા હતા. આ હેક્સાકોપ્ટર સાથે જોડાયેલા મળી આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

(ફાઈલ તસવીર)

સરહદ પારથી અનેકવાર મળી આવ્યા છે ડ્રોન
પોલીસ અધિકારીએ કહ્યું કે “સરહદ પારથી વારંવાર ડ્રોનની હિલચાલને કારણે પોલીસની સર્ચ ટીમો નિયમિતપણે તે વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ ઘટના દક્ષિણ કાશ્મીર હિમાલયમાં પવિત્ર અમરનાથ ગુફાની વાર્ષિક તીર્થયાત્રાની શરૂઆત પહેલા બની છે. આ મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. અહીં 30 જૂનથી 43 દિવસની અમરનાથ યાત્રા બે રૂટ સાથે શરૂ થવા જઈ રહી છે.

Back to top button