ટોપ ન્યૂઝવર્લ્ડ

જમ્મુના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન ઘૂસ્યું, BSFના જવાનોએ 6 રાઉન્ડ ફાયરિંગ કરી ભગાડી મૂક્યું

Text To Speech

જમ્મુ: જમ્મુના અરનિયા સેક્ટરમાં BSF દ્વારા ડ્રોનની હિલચાલ શોધી કાઢવામાં આવી હતી. સામે ભારતીય જવાનોએ પણ જોરદાર ફાયરિંગ કરી તેને ભગાડી મૂક્યું હતું.

ડ્રોન પર છ રાઉન્ડ ફાયરિંગ થયું
આ મામલે BSFના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન તરફથી ડ્રોન 19:25 કલાકે અરનિયા વિસ્તારમાં એક ઝબકતી લાઈટ સાથે ભારત તરફ આવતું જોવા મળ્યું હતું. ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદ (IB) ઓળંગવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યારે જ બીએસએફના જવાનોએ ડ્રોન પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સાથે જ ડ્રોન તરત પાછું જતું રહ્યું હતું.’

પહેલાં પણ આવા કિસ્સા બન્યા છે
જમ્મુમાં IB નજીક પાકિસ્તાન તરફથી J&Kમાં કાર્યરત આતંકવાદીઓ માટે ડ્રોન દ્વારા હથિયાર છોડવાના અનેક કિસ્સાઓ બન્યા છે. BSFએ અનેક હથિયારો જપ્ત કર્યા છે અને સરહદ પાર બેઠેલા આતંકવાદીઓ અને તેમના હેન્ડલર્સની યોજનાઓને નિષ્ફળ બનાવી છે.

Back to top button