નૂપુર શર્માની હત્યા માટે ‘નાપાક’ કાવતરું !
પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટીપ્પણી કર્યા બાદ જ્યાં ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા પરની મુશ્કેલીઓ દિવસે-દિવસે વધી રહી છે. ત્યાં, બીજી તરફ રાજસ્થાનમાં તેની સાથે જોડાયેલ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં હિંદુ માલકોટ સરહદ પરથી BSF દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સની પૂછપરછમાં નૂપુર શર્માને લઈ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
Sri Ganganagar, Rajasthan | An accused was nabbed near the border fencing on the intervening night of July 16-17. He was identified as Rizwan Ashraf, 24, resident of Kuthiyal Shaikh, Pakistan. 2 knives were recovered from his bag: SP Anand Sharma (1/2) pic.twitter.com/kjvT67wKuW
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 19, 2022
આરોપી ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આરોપી પાસેથી ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ગુપ્તચર એજન્સી IB, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) અને લશ્કરી એજન્સીની સંયુક્ત ટીમ આરોપીની પૂછપરછ કરી રહી છે.
યુવક પાસેથી મળ્યું તીક્ષ્ણ હથિયાર
BSFની ટીમે ઝડપેલો શખ્સ 16 જુલાઈના રોજ લગભગ 11 વાગ્યે શ્રીગંગાનગર જિલ્લાને અડીને આવેલી હિંદુમલકોટ બોર્ડર ફેન્સિંગની આસપાસ ફરતો હતો. પેટ્રોલિંગ ટીમને શંકા ગઈ અને તેની પૂછપરછ કરી. તે યોગ્ય રીતે જવાબ આપી શક્યો નહીં. તેની તપાસ કરતા આરોપી પાસેથી 11 ઇંચની ધારદાર છરી, ધાર્મિક પુસ્તકો, નકશા, કપડાં અને ખાવાની વસ્તુઓ મળી આવી હતી.