આલિયા માટે ગીત ગાનારી પાકિસ્તાની Coke Studio સિંગર હાનિયા અસલમનું 39 વર્ષની વયે નિધન
- પાકિસ્તાની ગાયિકા હાનિયા અસલમનું 39 વર્ષની ઉંમરે નિધન થયું છે. 11 ઓગસ્ટના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું
12 ઓગસ્ટ, મુંબઈઃ જાણીતી પાકિસ્તાની મ્યુઝિશિયન અને કોક સ્ટુડિયો’થી પ્રખ્યાત થયેલી પાકિસ્તાની ગાયિકા હાનિયા અસલમનું નિધન થયું છે. 11 ઓગસ્ટના રોજ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમની ઉંમર માત્ર 39 વર્ષની હતી. તેમના મ્યુઝિક બેન્ડનું નામ ઝેબ-હાનિયા હતું જે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય હતું. તેમણે ઈમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ ‘હાઈવે’માં આલિયા ભટ્ટ માટે ગીત ગાયું હતું.
View this post on Instagram
ઝેબ બંગશે આપી જાણકારી
હાનિયા અસલમના નિધનની જાણકારી તેમની કઝીન ઝેબ બંગશે આપી છે, જે ઝેબ હાનિયા બેન્ડની ભૂતપૂર્વ સભ્ય હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી છે. ઝેબે તેની પોસ્ટમાં હાનિયા અસલમની કેટલીક તસવીરો પણ શેર કરી છે. પાકિસ્તાનથી લઈને ભારત સુધીના સંગીત કલાકારો સોશિયલ મીડિયા પર હાનિયા અસલમના નિધનનો શોક વ્યક્ત કરી રહ્યા છે.
My dear friend Haniya Aslam ( from Zeb and Haniya ) has left us . She had a cardiac arrest. Rest in peace dear Haniya . pic.twitter.com/2nNeJnjNu1
— Swanand Kirkire (@swanandkirkire) August 12, 2024
હિન્દી સંગીતકાર સ્વાનંદ કિરકિરેએ શોક વ્યક્ત કર્યો
બોલિવૂડના જાણીતા મ્યુઝિશિયન સ્વાનંદ કિરકિરેએ પોતાના એક્સ હેન્ડલ પર હાનિયાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે, ‘મારી પ્રિય મિત્ર હાનિયા અસલમ (ઝેબ અને હાનિયા બેન્ડમાંથી) અમને છોડીને ચાલી ગઈ છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો, તેની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. આ સિવાય સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો અને કોક સ્ટુડિયો લવર્સ હાનિયાના નિધનનો શોક વ્યક્ત કરી રહ્યા છે.
કોણ હતી હાનિયા અસલમ?
હાનિયા પાકિસ્તાની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની જાણીતી ગાયિકા હતી. તેણે ઝેબ બંગશ સાથે લોકપ્રિય બેન્ડ ઝેબ અને હાનિયાની સ્થાપના કરી હતી, જે પાકિસ્તાની પૂર્ણ મહિલા બેન્ડ બની ગયું. તેને કોક સ્ટુડિયો પાકિસ્તાનમાં ‘ચલ દિયે’ ગીતથી ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. 2014 માં તે સોલો મ્યુઝિકમાં કારકિર્દી બનાવવા માટે કેનેડા ગઈ હતી.
ઝેબ અને હાનિયાએ ભારતીય કલાકારો સાથે પણ કોલોબ્રેશન કર્યું હતું. તેમણે પ્રખ્યાત સંગીતકાર એ આર રહેમાન સાથે ફિલ્મ હાઈવે (2014) માં ‘સોહા સાહા’ ગીતમાં અવાજ આપ્યો હતો. આ ગીતથી આલિયા ભટ્ટે સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ શાહરુખ ખાન પહેલી વાર પોતાના બાળકો સાથે કરશે ડેબ્યૂ, જાણો ફિલ્મનું નામ