ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આ પાકિસ્તાનના ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, NCBની સ્ટ્રાઈક છેઃ હર્ષ સંઘવી

Text To Speech

ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને ડ્રગ્સ ઠાલવતી ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. જે મુજબ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાની જહાજ અલહજમાં હેરોઈનનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે ATSએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરીને કોસ્ટગાર્ડ સાથે સયુંક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. દરમિયાન જખૌની દરિયાઈ સીમામાં રવિવારે રાત્રે શંકાસ્પદ જહાજ દેખાયું હતું.તપાસ દરમિયાન જહાજમાંથી કરોડોની કિંમતનું હેરોઈન મળી આવતા 9 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. હેરોઈનની બજાર કિંમત રૂ. 280 કરોડથી પણ વધુ હોવાની વિગતો મળી છે. આ અંગે પત્રકાર પરિષદમાં રાજ્યના DGP આશિષ ભાટિયાએ વધુ માહિતી આપી હતી.

 • ગુજરાત ATS-ઈન્ડિયન કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન
  280 કરોડનું 56 કિલો ડ્રગ્સ ઝડપાયું
  ડ્રગ્સના 55 પેકેટ, 9 પાકિસ્તાનીની ધરપકડ
  કરાંચીની અલહજ નામની બોટમાંથી ડ્રગ્સ ઝડપાયું
  કચ્છ પાસેથી ઝડપાયો ડ્રગ્સનો મોટો જથ્થો
  ફાયરિંગમાં 2થી 3 આરોપીઓ ઇજાગ્રસ્તઃ DGP
  મુખ્ય સ્મગલરનું નામ મુસ્તુફાઃ DGP
  NCB ટીમની પણ મદદ લેવાઇઃDGP

રાજ્યની તપાસ એજન્સીઓ દ્વારા દરિયાકિનારેથી ડ્રગ્સ ઘૂસાડવાના ષડ્યંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસની આ કાર્યવાહી પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા પોલીસ અને તપાસ એજન્સીઓને અભિનંદન આપ્યા છે.

ફાઈલ તસવીર

કોને આપવાનું હતું કરોડોનું હેરોઇન?
તપાસ એજન્સીઓએ પકડાયેલા શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. જેમાં આટલો મોટો હેરોઇનનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો એ જાણવા પ્રયાસ કરે રહ્યો છે. આ જ શખ્સો અગાઉ આવી હેરાફેરી કરી ચુક્યા છે કે કેમ એ જાણવા પણ કાર્યાવહી હાથ ધરાઈ છે. જોકે ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાવું નવી વાત નથી રહી.

ફાઈલ તસવીર

થોડા દિવસ અગાઉ જ પકડાયું હતું 2500 કરોડનું ડ્રગ્સ
21 એપ્રિલે કચ્છના કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલો હેરોઈનનો જથ્થો ઝડપાયો હતો. આ ડ્રગ્સની ડિલિવરી અફઘાનિસ્તાનથી કરવામાં આવી હતી. સંયુક્ત ઓપરેશનમાં પકડાયેલ ડ્રગ્સનું અંદાજિત મૂલ્ય 2 હજાર 500 કરોડ હતું.જો કે કંડલા પોર્ટ પર અફઘાનિસ્તાનથી આવેલ કન્ટેનરમાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે. તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું કે અંદાજે 5000 કરોડ કરતા વધુના ડ્રગ્સની ડિલિવરી થઈ હોવાની બાતમી મળી હતી.

Back to top button