ટ્રેન્ડિંગસ્પોર્ટસ

હાર્દિક પંડ્યાના ટ્વિટ પર પાકિસ્તાની એક્ટ્રેસે ઉડાવી ભારતીય ટીમની મજાક

Text To Speech

ઓસ્ટ્રેલિયાએ T20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની હાર બાદ હાર્દિક પંડ્યાએ એક ટ્વિટ કર્યું હતું. પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ આની મજાક ઉડાવી હતી. શિનવારીની મજાક ઉડાવ્યા બાદ ભારતીય ચાહકોએ તેને ટ્રોલ કરી હતી.

ભારતીય ટીમની હાર બાદ પંડ્યાએ સકારાત્મક ટ્વીટ કર્યું હતું. આમાં તેણે ભારતીય ખેલાડીઓના ફોટા પણ સામેલ કર્યા હતા. પંડ્યાએ લખ્યું, “અમે શીખીશું. અમે સુધારીશું. પ્રશંસકોનો ખૂબ ખૂબ આભાર, જેમણે અમને સમર્થન આપ્યું.” આ સેહર શિનવારીએ લખ્યું, “કૃપા કરીને 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની આગામી મેચ હારી જાઓ. તમે આ મેચમાંથી વધુ શીખી શકશો.

સેહરના ટ્વીટ બાદ ભારતીય ચાહકોએ તેને ટ્રોલ કર્યો હતો. ટ્વિટર યુઝર્સે અનેક પ્રકારની કોમેન્ટ કરી હતી.

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં ભારતને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યાએ અણનમ 71 રન બનાવ્યા હતા.

Back to top button