યોગીના મેસેજથી ધ્રૂજી ઉઠ્યું પાકિસ્તાન, UPમાં એન્કાઉન્ટરથી પાડોશી દેશમાં હંગામો
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી માત્ર માફિયાઓના લોકો જ ડરે છે એટલું જ નહીં તેની અસર હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. ભારતમાં માફિયાઓ વિરુદ્ધ સીએમ યોગી આદિત્યનાથની જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી પાડોશી દેશોમાં પણ ભય ફેલાયો છે.
અતીકના પુત્ર અસદનું એન્કાઉન્ટર
13 એપ્રિલે STFએ મધ્યપ્રદેશના ઝાંસીમાં ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અસદ અને ગુલામનું એન્કાઉન્ટર કર્યું હતું. અસદ યુપીના માફિયા અતીક અહેમદનો પુત્ર હતો. આ પહેલા યોગી હંમેશા કહેતા જોવા મળ્યા છે કે તેમનો ઉદ્દેશ્ય યુપીમાંથી માફિયાઓનો સફાયો કરવાનો છે. અસદના એન્કાઉન્ટર બાદ અતીક ગેંગનું પાકિસ્તાન સાથે કનેક્શન પણ બહાર આવ્યુ છે.
અતીક ગેંગને પાકિસ્તાનથી હથિયારો મળતા હતા
એન્કાઉન્ટરના સ્થળેથી પોલીસની ટીમને અસદ પાસેથી કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે અતીક ગેંગને પાકિસ્તાનથી હથિયારો મળતા હતા. પાકિસ્તાનના ડ્રોનની મદદથી ભારતમાં જે હથિયારો છોડવામાં આવ્યા હતા તેનો સૌથી મોટો ખરીદનાર અતીક અહેમદ હતો. માફિયા ગેંગ અતીક અહેમદ પરની કાર્યવાહી બાદ પાડોશી દેશ પાકિસ્તાનને પણ આંચકો લાગ્યો છે.
પાકિસ્તાનના મીડિયામાં યોગી આદિત્યનાથને સૌથી ખતરનાક ગણાવવામાં આવી રહ્યા છે. સીએમ યોગીએ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર પણ નિવેદન આપ્યું છે. તેમણે એક વખત તેમની મીટિંગમાં કહ્યું હતું કે પીએમ મોદી ભારતના 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનમાં 22 કરોડ લોકોને રોટલીની જરૂર છે. તેમણે પાકિસ્તાનના નેતૃત્વને સ્વાર્થી અને લાલચુ ગણાવ્યું.
IMFએ પાકિસ્તાનનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું
તાજેતરમાં જ IMF એટલે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પાકિસ્તાનનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. IMFએ પાકિસ્તાનનો વિકાસ દર 2 ટકાથી ઘટાડીને 0.5 ટકા અને જીડીપી 2.6 ટકા કર્યો છે. બીજી તરફ પાકિસ્તાન પોતાની કથળતી અર્થવ્યવસ્થાને સુધારવા માટે IMF પાસેથી બેલઆઉટ પેકેજની માંગ કરી રહ્યું છે તો બીજી તરફ ઘટતા રેટિંગને કારણે પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ છે.
પાકિસ્તાનમાં ઘટી રહેલી આર્થિક સ્થિતિની હાલત એ છે કે ત્યાંના લોકોની હાલત રોજબરોજની વસ્તુઓ ખરીદવામાં કફોડી બની રહી છે. આ સિવાય IMFએ ચીનનોપણ વિકાસ દર ઘટાડીને 5.7 કર્યો, જે ભારત કરતા પણ ઓછો છે. IMFએ ભારતનો વિકાસ દર વધારીને 5.9 ટકા કર્યો છે.