આર્થિક સંકટથી ઘેરાતું પાકિસ્તાન, હવે IMF પાસે લોન મેળવવા હાથ લંબાવ્યા
હાલમાં પાકિસ્તાન તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાનના વડાઓ સતત જુદા જુદા દેશો સામે હાથ ફેલાવીને આર્થિક સંકટની બૂમો પાડી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક કાર્યક્રમમાં પાક. પીએમ શાહબાઝ શરીફે એક બિઝનેસ પ્રોગ્રામને સંબોધિત કરતા કહ્યું કે તેમણે લોન માટે IMF સાથે વાત કરી છે. તેણે જણાવ્યું કે તેણે લોન માટે ફોન પર ક્રિસ્ટાલિના જ્યોર્જિવા સાથે વાત કરી છે.
IMFનું પ્રતિનિધિ મંડળ મોકલવા પાક.પીએમની રજુઆત
જીનીવા ઈવેન્ટ દરમિયાન પાકિસ્તાનમાં પૂરને કારણે ઉભી થયેલી આર્થિક કટોકટી અંગે વડા પ્રધાન શહેબાઝ શરીફ અને આઈએમએફના વડા ક્રિસ્ટાલિના સામ-સામે બેઠક કરશે. પરંતુ તે પહેલા બંને નેતાઓએ ફોન પર વાતચીત કરી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન સતત પોતાની સમસ્યાઓ IMFને જણાવી રહ્યું છે. તેમણે કાર્યક્રમમાં કહ્યું કે IMFએ એક પ્રતિનિધિમંડળ મોકલવું જોઈએ કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ શું છે. વધુમાં કહ્યું કે અમે અમારા લોકો પર વધારે બોજ નાખી શકીએ નહીં.
કેમ પાકિસ્તાનને નથી મળી રહ્યા રૂપિયા ?
વધુમાં પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક પ્રતિનિધિમંડળ આગામી ત્રણ કે ચાર દિવસમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, દુનિયા જાણે છે કે પાકિસ્તાન દેશદ્રોહી છે, IMFએ પાકિસ્તાનને લોનનો નવો હપ્તો આપવાનો ઇનકાર કરી દીધો હતો. આ મામલે IMFએ કહ્યું હતું કે પાકિસ્તાને પોતાના વચન પર ખરા ઉતર્યું નથી, જેના કારણે IMF હપ્તા રોકી રહ્યું છે. આ જ કારણ હતું કે પાકિસ્તાનને IMF પાસેથી પૈસા ન મળી શક્યા.