જમ્મુ કાશ્મીરના ગેરકાયદેસર કબજાવાળા વિસ્તારને પાકિસ્તાને ખાલી કરવો પડશે: UNSCમાં ભારતે આપી સ્પષ્ટ ચેતવણી


નવી દિલ્હી, 25 માર્ચ 2025: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, પાકિસ્તાનને ગેરકાયદેસર રીતે જમ્મુ કાશ્મીરના ભાગ પર કબજો કરી રાખ્યો છે. જેને તેમને ખાલી કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પરવથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની દલીલો દરમ્યાન આ નિવેદન આપ્યું હતું.
આ ચર્ચાનો વિષય સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં અનુકૂળતાઓને વધારવાનો હતો. પણ પાકિસ્તાને ફરી એક વાર જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની કોશિશ કરી.
હરીશે જવાબ આપતા કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતના અભિન્ન અંગ હતા છે અને હંમેશા રહેશે. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે આ વિસ્તાર પર કબજો કર્યો છે, જેને તરત ખાલી કરી દેવો જોઈએ.
ભારતે પાકિસ્તાન પર ટાર્ગેટ કરતા કહ્યું કે, તેણે ફરીથી બિનજરુરી ટિપ્પણીઓની મદદ લીધી છે. પણ તેનાથી ન તો તેમનો ગેરકાનૂની દાવો સાચો સાબિત થશે, ન તેમની સ્ટેટ સ્પોન્સર્ડ આતંકવાદની નીતિ યોગ્ય ઠેરવી શકાશે.
હરીશે કહ્યું કે, આ ભારત આ મંચનું ધ્યાન પાકિસ્તાનના સંકીર્ણ અને વિભાજનકારી એજન્ડા તરફ ભટકવા નહીં દે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત આ મામલામાં વધારે વિસ્તારથી જવાબ આપવામાં પાછી પાની નહીં કરે.
આ પણ વાંચો: કેએલ રાહુલ બાદ હવે ઋષભ પંતનો વારો, LSGના માલિક સંજીવ ગોયનકાએ મેચ હારી જતાં ઠપકો આપ્યો