ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

કલમ 370ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પાકિસ્તાને ઝેર ઓક્યું

ઈસ્લામાબાદ (પાકિસ્તાન), 11 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે ત્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં આ મુદ્દે હોબાળો થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શહેબાઝ શરીફે ના-પાક પ્રત્યાઘાત આપતા ટ્વિટ કર્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટે યુએનના ઠરાવની વિરુદ્ધ પોતાનો નિર્ણય આપીને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. શાહબાઝે એવું પણ જણાવ્યું કે કોર્ટે લાખો કાશ્મીરીઓના બલિદાનને ધોખો આપ્યો છે અને આ ફેંસલાને ન્યાયની હત્યાને માન્યતા આપવાની જેમ જોવામાં આવશે.

370 કલમના નિર્ણયને યથાવત રાખવા પર પાકિસ્તાન ભડક્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને એકપક્ષીય નિર્ણય ગણાવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરનો વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તરનો વિવાદ છે, જે સાત દાયકાથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડામાં સામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જમ્મુ-કાશ્મીર અંગે અંતિમ નિર્ણય લેવામાં આવવો જોઈએ. આ કાશ્મીરી લોકોની દરખાસ્ત અને ઈચ્છા વિરુદ્ધ છે. ભારતને કાશ્મીરી લોકો અને પાકિસ્તાનની ઈચ્છા વિરુદ્ધ આ અંગે એકપક્ષીય નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ભારતીય બંધારણની સર્વોપરિતા એટલે કે જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારતું નથી. ભારતીય બંધારણ હેઠળ કોઈપણ પ્રક્રિયાનું કોઈ કાયદાકીય મહત્વ નથી. ભારત સ્થાનિક કાયદાઓ અને ન્યાયિક નિર્ણયોના નામે આંતરરાષ્ટ્રીય જવાબદારીઓથી પીછેહઠ કરી શકે નહીં. જમ્મુ-કાશ્મીરને જોડવાનું તેમનું કાવતરું ચોક્કસપણે નિષ્ફળ જશે. નોંધનીય છે કે, વર્ષ 2019માં જ્યારે કલમ 370 હટાવવામાં આવી ત્યારે પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે 11 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી. કલમ 370 પર સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર પાકિસ્તાને ઝેર ઓક્યું છે. તેમજ ત્યાંના વિદેશ મંત્રાલયે એક હાસ્યાસ્પદ નિવેદન જારી કરીને જમ્મુ-કાશ્મીર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફગાવી દીધો છે.

આ પણ વાંચો: કલમ 370 નાબૂદીઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પીએમ મોદી સહિત કોણે શું કહ્યું?

Back to top button