T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

પાકિસ્તાન પહોંચ્યુ ‘સેમિફાઈનલ’માં : બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું

Text To Speech

આજે કરો યા મરો વચ્ચેનાં મુકાબલામાં પાકિસ્તાને T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું છે. હવે પાકિસ્તાનનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે કે ઈંગ્લેન્ડ, તે ભારત-ઝિમ્બાબ્વે મેચથી નક્કી થશે. મેલબોર્નમાં યોજાનારી આ મેચ પહેલા જ ભારત ટોપ-4માં જગ્યા બનાવી ચૂક્યું છે.

પાકિસ્તાનો ખતરનાક બોલિંગ એટેક

એડિલેડ ખાતે પ્રથમ બેટિંગ કરતાં બાંગ્લાદેશે 127 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હુસૈન સાન્તોએ સૌથી વધુ 54 રન બનાવી તેની અડધી સદી પુરી કરી હતી. આ સિવાય અફીફ હુસૈને 24 રન અને સૌમ્ય સરકારે 20 રનની ઈનિંગ્સ રમી હતી. પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે શાદાબ ખાને 2 અને ઈફ્તિખાર એહમદે 1 વિકેટ ઝડપી બાંગ્લાદેશની પારીને 127 રને જ સમેટી લીધી હતી.

લક્ષ્યનો પીછો કરતાં પાકિસ્તાને 19.1 ઓવરમાં જ 5 વિકેટનાં નુકસાને 128 રન બનાવી લીધા હતાં. પાકિસ્તાન તરફથી બેટિંગ કરતાં મોહમ્મદ રીઝવાને અને બાબર આઝમે ધીમી પરંતુ સારી શરૂઆત કરી હતી. મોહમ્મદ રીઝવાને 32 બોલમાં 32 રન અને કેપ્ટન બાબર આઝમે 33 બોલમાં 25 રન બનાવ્યાં હતાં. આ ઉપરાંત મોહમ્મદ હારિસે પણ 18 બોલમાં 31 રનની તોફાની ઈનિંગ રમી જીતમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહ.

બાંગ્લાદેશ: નજમુલ હુસેન શાંતો, લિટન દાસ, શાકિબ અલ હસન (સી), સૌમ્ય સરકાર, અફીફ હુસૈન, નુરુલ હસન, તસ્કીન અહેમદ, મોસાદ્દેક હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, ઇબાદત હુસૈન.

Back to top button