નેશનલ

ભારતમાં યોજાનારી બેઠકમાં પાક વડાપ્રધાન શહેબાજ શરીફ લેશે ભાગ; PM મોદીએ આપ્યું આમંત્રણ

Text To Speech

SCO-CHS Meeting India: પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાજ શરીફ (Shehbaz Sharif) વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા ભારતની મેજબાનીમાં થનારી એસસીઓ-સીએચએસની 23મી બેઠકમાં ભાગ લેશે. આ બેઠકનું આયોજન 4 જૂલાઈ 2023નું હશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે (30 જૂન) કહ્યું કે, એસસીઓના વર્તમાન અધ્યક્ષના રૂપમાં ભારતના વડાપ્રધાને એસસીઓ-સીએચએસ મીટિંગમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના પીએમને આમંત્રણ આપ્યું હતું.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે એસસીઓ રાષ્ટ્રાધ્યક્ષોની પરિષદ (સીએચએસ)ની બેઠકમાં નેતા મહત્વપૂર્ણ વૈશ્વિક અને ક્ષેત્રિય મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કરશે અને એસસીઓ સભ્ય દેશો વચ્ચે સહયોગની ભવિષ્યની દિશા નક્કી કરશે. આ વર્ષે એસસીઓ-સીએચએસ સંગઠનના નવા સભ્યના રૂપમાં ઈરાનનું પણ સ્વાગત કરશે.

ચીનના રાષ્ટ્રપતિ પણ બેઠકમાં લેશે ભાગ

પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું કે, સીએચએસમાં વડાપ્રધાનની ભાગીદારી દર્શાવે છે કે પાકિસ્તાન ક્ષેત્રીય સુરક્ષા અને સમૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ મંચના રૂપમાં એસસીઓને કેટલું મહત્વ આપે છે. વડાપ્રધાન મોદીના નિમંત્રણ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ બેઠકમાં વીડિયો કોન્ફ્રન્સ દ્વારા ભાગ લેશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચૂનયિંગે આ વાતની પુષ્ટિ કરી છે.

2001માં થઈ એસસીઓની સ્થાપના

એસસીઓ એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા સંગઠન છે, જે સૌથી મોટા આંતરક્ષેત્રીય આંતરાષ્ટ્રીય સંગઠનોમાંથી એકના રૂપમાં ઉભરીને સામે આવ્યું છે. એસસીઓની રચના 2001માં ચીનના શાંઘાઇમાં એક શિખર સંમેલનમાં રશિયા, ચીન, કિર્ગીઝ રિપબ્લિક, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓ દ્વારા કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન 2017માં તેના કાયમી સભ્યો બન્યા હતા.

પાછલા વર્ષે ઉજ્બેકિસ્તાનમાં થયું હતુ એસસીઓ સમિટ

એસસીઓ શિખર સંમેલનનું આયોજન પાછલા વર્ષે ઉ્જબેકિસ્તાનના સમરકંદમાં કરવામાં આવ્યું હતુ, જેમાં વડાપ્રધાન મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત સંગઠનના બધા ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. ભારત સપ્ટેમ્બરમાં જી20 શિખર સંમેલનની પણ મેજબાની કરશે.

આ પણ વાંચો- દિલ્હી યુનિવર્સિટીના સમારોહમાં જવા માટે PM મોદી​​એ મેટ્રોમાં કરી સફર, મુસાફરો સાથે કરી વાતચીત

Back to top button