ટ્રેન્ડિંગસ્પોર્ટસ

WTCની રેસમાંથી બહાર થતાં પાકિસ્તાન પર ઉઠ્યા સવાલ: જાણો શું છે ભારતને ફાઇનલમાં પહોંચવાના સમીકરણ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ક્રિકેટ રસિકોમાં રોમાંચ વધતો જાય છે. તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી પાકિસ્તાનની ટીમ બીજી ટેસ્ટ મેચ હાર્યા બાદ જ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી, પરંતુ ઈંગ્લેન્ડ સામેના ક્લીન સ્વીપ બાદ પાકિસ્તાન ટીમ સત્તાવાર રીતે ફાઈનલની રેસમાંથી બહાર થઈ છે.જેથી હવે પાકિસ્તાનની કેપ્ટનશીપ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે આ આલોચના વચ્ચે તેની ટીમનો સાથી અને ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી તેના કેપ્ટનના સમર્થનમાં સામે આવ્યો છે.

આ પણ વાંચો : Instagram પર સૌથી વધુ લાઈક કરાયેલી પોસ્ટમાં લિયોનેલ મેસ્સીની પોસ્ટએ તોડ્યો વિશ્વ રેકોર્ડ !

કેપ્ટન બાબરના સમર્થનમાં ઉતર્યો શાહીન શાહ આફ્રિદી 

ઈંગ્લેન્ડ સામેની ક્લીન સ્વીપ બાદ પાકિસ્તાનની કેપ્ટનશીપ ફરી એક વખત પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો કે, આલોચના વચ્ચે તેની ટીમનો સાથી અને ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદી તેના કેપ્ટનના સમર્થનમાં સામે આવ્યો છે. શાહીન આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીની પુત્રી અક્સા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. તેથી શાહીન શાહ આફ્રિદી કેપ્ટનના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી, જેમાં બાબરને પાકિસ્તાનનું ગૌરવ ગણાવ્યું હતું. શાહીને લખ્યું- બાબર પાકિસ્તાનનું ગૌરવ, જીવન અને ઓળખ છે. તે પાકિસ્તાનનો કેપ્ટન છે અને રહેશે. બીજું કંઈપણ વિચારવાની જરુર નથી. કૃપા કરીને આ ટીમને સાથ આપો. આ ટીમ પાકિસ્તાનને આગળ ચોક્કસ જીત અપાવશે. કહાની હજી પૂરી નથી થઈ.

ભારતનું ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 1 અને ઓસ્ટ્રેલિયા સાથે 4 ટેસ્ટ મેચ રમવાની છે. જો ભારત બાંગ્લાદેશ સામેની બીજી મેચ જીતીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી લે તો તેનો ફાઈનલમાં જવાનો રસ્તો આસાન થઈ જશે. આ ઉપરાંત આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે રમીને ભારતને 3-1 અથવા 2-1થી જીતવું પડશે. બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની બાકીની બંને ટેસ્ટ જીતી લે અને ન્યુઝીલેન્ડ શ્રીલંકાને હરાવવામાં સફળ રહે તો અંતિમ જંગ વધુ રસપ્રદ બની જશે.

WTC FINAL - Hum Dekhenge News
WTC Points Table

3 ટીમો વચ્ચે જામ્યો છે ખરાખરીનો જંગ

ઓસ્ટ્રેલિયા 13 ટેસ્ટમાં 9 જીત અને 3 ડ્રો બાદ 76.92 ટકા સાથે પ્રથમ સ્થાને છે. બાંગ્લાદેશને પહેલી મેચમાં હરાવ્યા બાદ, ભારતે 13 મેચમાં 7 જીત અને 4 હાર બાદ 55.77 જીતની ટકાવારી સાથે બીજું સ્થાન મેળવ્યું છે. હાલ દક્ષિણ આફ્રિકા ત્રીજા સ્થાને છે અને તેની જીતની ટકાવારી 54.55 છે. તે જ સમયે, શ્રીલંકાની ટીમ 53.33 જીતની ટકાવારી સાથે ચોથા સ્થાન પર છે. આ ત્રણ ટીમો વચ્ચેનો તફાવત ઘણો ઓછો છે, તેથી આ ચારમાંથી કોઈ પણ ટીમ ફાઈનલમાં પહોંચી શકે છે.

ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધુ મજબૂત

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર કબજો જમાવનાર ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધુ મજબૂત છે. માનવામાં આવે છે કે તે ફાઇનલમાં પહોંચી શકે છે. જ્યારે પાકિસ્તાનની ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે, ત્યારે ટીમ ઇન્ડિયાની આશાઓ અકબંધ છે. ભારત સતત બીજી વખત ટાઈટલની લડાઈ માટે દાવો કરી રહ્યું છે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની હાર સાથે બાંગ્લાદેશ સામે ભારતની જીતથી પોઈન્ટ ટેબલ બદલાઈ ગયું છે.

Back to top button