પાકિસ્તાનમાં ભયંકર પૂર વચ્ચે શાહબાઝ શરીફની સરકારે દેશમાં ‘રાષ્ટ્રીય કટોકટી’ જાહેર કરી છે. સરકારે પૂરથી પ્રભાવિત લોકોના પુનર્વસનમાં મદદ માટે દાનની માંગણી કરી છે. ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં માહિતી અને પ્રસારણ મંત્રી મરિયમ ઔરંગઝેબે દેશમાં પૂરની સ્થિતિને રાષ્ટ્રીય કટોકટી ગણાવી છે.
Heavy flood in swat river and it's still raining here.pray for swat and Pakistan pic.twitter.com/vEyeaqXkcD
— Majid Khan Photography (@majidkhanphoto) August 26, 2022
This hurts. Where's is @WFP ? @UN ? #Pakistan needs help: packaged food, medicine and tents. The scale of destruction is utterly massive. Raise voice for all the provincial Govt to escalate rescue activities and ensure relief package. pic.twitter.com/bTXIoRwjlN
— PTI Legal Team (Volunteers) (@PTI_Legal_Team) August 26, 2022
અત્યાર સુધી ભારે વરસાદને લીધે 306 લોકોએ જીવ ગુમાવ્યા
પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 343 બાળકો સહિત 937 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 30 મિલિયન લોકોને આશ્રય મળ્યો નથી.સિંધમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે જ્યાં 14 જૂનથી પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 306 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે બલૂચિસ્તાનમાં 234 અને પંજાબમાં અનુક્રમે 185 અને 165 મૃત્યુ નોંધાયા છે.તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે આખા દેશમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પાકિસ્તાનના દક્ષિણ ભાગમાં, જે હાલમાં સિંધના 23 જિલ્લાઓને “આપત્તિ પ્રભાવિત” તરીકે જાહેર કરે છે.
Terrible scenes of flood affliction in #Pakistan. Allah have mercy on us. Aameen. pic.twitter.com/M0UyHlDAh3
— Fereeha M Idrees (@Fereeha) August 26, 2022
Floodwaters sweep away several houses in Pakistan's Swat area. Very alarming situation pic.twitter.com/fOE0leAP1c
— Roohan Ahmed (@Roohan_Ahmed) August 26, 2022
We urge international community to help #Pakistan in one of the worst natural calamities to hit the country. Millions of people are homeless across #Sindh #Balochistan and #SouthPunjab, #Swat due to floods and in need of tents, packaged food and medicines @WFP @UNHumanRights pic.twitter.com/7Ipd895Y2W
— PTI Legal Team (Volunteers) (@PTI_Legal_Team) August 26, 2022
પીએમ શાહબાઝ શરીફે તેમનો લંડન પ્રવાસ રદ કર્યો
વડાપ્રધાને તેમની યુકેની ખાનગી મુલાકાત રદ કરી છે. સામે ટીવીના અહેવાલ મુજબ તે પોતાની પૌત્રીની સારવાર માટે કતારથી લંડન જઈ રહ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બે દિવસની સત્તાવાર મુલાકાતે કતારમાં રહેલા શાહબાઝ શરીફ દેશમાં પૂરની સ્થિતિને જોતા દેશ પરત ફરી રહ્યા છે. દેશમાં પરત ફર્યા પછી શરીફ એક બેઠકની અધ્યક્ષતા કરશે જ્યાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સહિત તમામ સંબંધિત અધિકારીઓ તેમને પૂરથી અસરગ્રસ્તોના બચાવ અને રાહત માટે લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપશે.