T20 વોર્મ-અપ મેચમાં પાકિસ્તાનની હાર : ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું
ICC T20 વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે અને આ સાથે જ વોર્મ-અપ મેચોની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આજે પાકિસ્તાન VS ઈંગ્લેન્ડની વોર્મ-અપ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. વરસાદના કારણે 19-19 ઓવરની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ઈંગ્લેન્ડને 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ઇંગ્લેન્ડે માત્ર 15 ઓવરમાં જ હાંસિલ કરીને પાકિસ્તાનને હરાવ્યું હતું.
આ પણ વાંચો : રોમાંચિક વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પાસેથી છીનવી જીત : શમી બન્યો જીતનો હીરો
પાકિસ્તાની બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન
આ મેચમાં પાકિસ્તાની બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન રહ્યું હતું. જેમાં પાકિસ્તાનના ઓપનર શાન મસૂદે 22 બોલમાં 39 રન બનાવ્યાં હતાં. શાન બાદ મોહમ્મદ વસીમ પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 16 બોલમાં 26 રન બનાવ્યા હતા. ત્યા ઈંગ્લેન્ડ તરફથી બોલર ડેવિડ વિલીએ પાકિસ્તાન તરફથી 2 વિકેટ ઝડપી હતી.
ઈજા બાદ સારી વાપસી નથી કરી શક્યો શાહીન આફ્રિદી
ઈજા બાદ પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પાછો ફર્યો છે. જો કે ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં શાહીન શાહ આફ્રિદી કોઈ ચમત્કાર બતાવી શક્યો નહોતો. તેણે આ મેચમાં 2 ઓવર ફેંકી હતી, પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો. જો કે, તે ટીમ માટે ઘણો ખર્ચાળ પણ સાબિત થયો હતો.નોંધપાત્ર વાત એ છે કે શાહીન ઈજામાંથી સાજા થયા બાદ આ મેચમાંથી પરત ફર્યો છે. તેની લંડનમાં સારવાર ચાલી રહી હતી.
બાકી પાકિસ્તાની બોલરોનો સારો દેખાવ
તે જ સમયે, જો ઇંગ્લેન્ડની બેટિંગની વાત કરીએ તો, હેરી બ્રુકે સૌથી વધુ રન 45 રન બનાવ્યા. 24 બોલમાં બ્રુકે ચાર સિક્સર અને બે ફોર પણ ફટકારી હતી. આ સિવાય સેમ કેરેને 14 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 33 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે પાકિસ્તાન તરફથી પાકિસ્તાની બોલર મોહમ્મદ વસીમે 2 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે બેન સ્ટોક્સ અને લિયામ લિવિંગસ્ટોનને પેવેલિયન ભેગા કર્યા હતા.આ સિવાય શાદાબ ખાન અને નસીમ શાહે પણ 1-1 વિકેટ લીધી હતી.