ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

Pakistan: ચર્ચામાં આવી સિંઘ પોલીસની પહેલી હિન્દુ મહિલા અધિકારી, પ્રેરણાદાયી સ્ટોરી

Pakistan- 5 સપ્ટેમ્બર : પાકિસ્તાનમાં સિંધ પોલીસની પ્રથમ હિન્દુ મહિલા અધિકારીએ આશા વ્યક્ત કરી છે કે તેમની વાર્તા તેમના સમુદાયની વધુ છોકરીઓને પ્રેરણા આપશે અને આ વ્યવસાયમાં પ્રવેશવાનું પસંદ કરશે. ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીએસપી) મનીષા રોપેટા, જેઓ જેકોબાબાદની છે, તેમણે 2021માં સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી, જે તેમના જેવા મધ્યમ વર્ગના પરિવાર માટે એક દુર્લભ બાબત છે. પાકિસ્તાન પોલીસમાં બે પ્રકારના અધિકારીઓ છે. એક વર્ગ એવો છે જેઓ તેમના અનુભવના આધારે ઉચ્ચ હોદ્દા પર પહોંચે છે અને બીજા વર્ગના અધિકારીઓની નિમણૂક અને બઢતી ‘સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ’ (CSS) પરીક્ષા પાસ કર્યા પછી થાય છે.

‘પડકારોનો સામનો કરવો પડ્યો’
પાકિસ્તાની પોલીસમાં બહુ ઓછી શિક્ષિત મહિલા અધિકારીઓ છે. આવી સ્થિતિમાં, સંરક્ષણ ક્ષેત્રમાં ડીએસપી તરીકે તૈનાત રોપેતાએ સિંધ પ્રાંતમાં પોલીસ દળની છબી બદલવામાં ઘણું યોગદાન આપ્યું છે. રોપેટાએ પાકિસ્તાની અભિનેત્રી નિમરા ખાનના અપહરણના પ્રયાસના કેસને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોપેટા કબૂલે છે કે એક મહિલા પોલીસ અધિકારી હોવા અને તે પણ લઘુમતી સમુદાય સાથે જોડાયેલા હોવાના કારણે શરૂઆતમાં તેમના માટે એક પડકાર હતો, પરંતુ તેણે વિવિધ ગુનાઓનો ભોગ બનેલા લોકો સાથે વાતચીત કરવામાં અને મદદ કરવામાં પણ મદદ કરી. તેમણે કહ્યું, “જ્યારે મેં નીમરાના કેસને હાથ ધર્યો, ત્યારે હું આ પીડાદાયક ઘટના પછી તેનો ડર અનુભવી શકી.”

‘પોલીસ યુનિફોર્મ પહેરીને ગર્વની લાગણી થાય છે’
ડીએસપી રોપેટાએ કહ્યું કે તેમના સાથી અધિકારીઓ અને સહકર્મીઓ તેમનું સન્માન કરે છે અને તેમના કામની પ્રશંસા કરે છે. રોપેતાએ કહ્યું, “કેટલીક લિંગ સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ હું એકલતા અનુભવતી નથી અને તેનાથી કોઈ ફરક પડતો નથી કે હું એક હિન્દુ મહિલા છું.” આજે પણ, જ્યારે હું પોલીસનો યુનિફોર્મ પહેરું છું, ત્યારે મને ગર્વ થાય છે અને મને આશા છે કે અમારા સમુદાયની છોકરીઓ મારાથી પ્રેરિત થશે અને મેં લીધેલા માર્ગને અનુસરશે.” તેમણે કહ્યું, ”જ્યારે હું 13 વર્ષની હતી ત્યારે મે પિતાની છત્રછાયા ગુમાવી.મારા પિતા જેકોબાબાદમાં વેપારી હતા. ત્યારથી, મારા એકમાત્ર ભાઈએ હંમેશા મને પોલીસ દળમાં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.” રોપેતાએ કહ્યું કે પોલીસ દળમાં જોડાવું એ એક મોટો નિર્ણય હતો, કારણ કે સિંધમાં શિક્ષિત હિન્દુ પરિવારોની છોકરીઓ સામાન્ય રીતે તબીબી ક્ષેત્રે જાય છે અથવા શિક્ષણનો વ્યવસાય કરે છે .

અભિનેત્રી નિમરા ખાને શું કહ્યું?
અભિનેત્રી નિમરા ખાને કહ્યું, “શરૂઆતમાં મારી ટીકા પણ થઈ હતી અને મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા લોકોએ મારા અપહરણના પ્રયાસને નાની ઘટના ગણાવી હતી પરંતુ ડીએસપી મનીષા રોપેટાએ મારો કેસ સંભાળ્યો હતો જેથી હું શાંત રહી શકું અને પરિસ્થિતિનો સામનો કરી શકું.” તેનાથી પરિસ્થિતિ સાથે ડિલ કરવામાં સરળતા રહી.” નિમરાએ કહ્યું કે એક શિક્ષિત મહિલા પોલીસ અધિકારી સાથે વાત કર્યા બાદ તેને સમજાયું કે તેણે આ ઘટના વિશે જાહેરમાં વાત કરીને સાચું પગલું ભર્યું છે.

આ પણ વાંચો : ભગવંત માન સરકારે પંજાબમાં વીજળી સબસિડી હટાવી; કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય

Back to top button