ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારતના અપરાધી ઝાકીરને પાકિસ્તાને આપ્યું નિમંત્રણઃ જાણો ભારત વિશે શું કહ્યું?

Text To Speech

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર : વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા હેડલાઈન્સમાં રહેતા ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને પાકિસ્તાને આમંત્રણ આપ્યું છે. ભારતમાં ઝાકિર નાઈક વિરુદ્ધ UAPA હેઠળ મની લોન્ડરિંગ અને ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.  પાકિસ્તાન તરફથી મળેલા આમંત્રણની માહિતી ખુદ ઝાકિર નાઈકે આપી છે.

ઝાકિર નાઈકે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટર શેર કર્યું છે  તેણે કહ્યું કે તે અને તેનો પુત્ર પાકિસ્તાનના ત્રણ શહેરોમાં ભાષણ આપશે. તેઓ કરાચીમાં 5-6 ઓક્ટોબરે, લાહોરમાં 12-13 ઓક્ટોબર અને ઈસ્લામાબાદમાં 19-20 ઓક્ટોબરે જનતાને સંબોધિત કરશે.

ભારત પાછા આવવા વિશે શું કહ્યું?

તાજેતરમાં, ઝાકિર નાઈકે પાકિસ્તાની યુટ્યુબરના પોડકાસ્ટમાં ભારત પરત ફરવા, તેમની સામેના આરોપો અને પીએમ મોદી વિશે વાત કરી હતી. આરોપોને કારણે ઝાકિર નાઈક 2016માં ભારતથી મલેશિયા ગયો હતો. જ્યારે નાઈકને ભારત પાછા આવવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કટાક્ષ કરતા કહ્યું કે, ભારત જવું ખૂબ જ સરળ છે, પરંતુ ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. જ્યારે હું ભારત જઈશ ત્યારે રેડ કાર્પેટ પાથરવામાં આવશે અને મને અંદર આવીને જેલમાં બેસવાનું કહેવામાં આવશે.

મારી સામે અનેક આરોપો મુકાયા છે

પોતાના પર લાગેલા આરોપો અંગે ઝાકિર નાઈકે કહ્યું કે, મારા પર ઘણા આરોપો લગાવવામાં આવ્યા છે, પરંતુ એક પણ આરોપ સાબિત થયો નથી. તેણે કહ્યું, મારા પર આરોપો બાંગ્લાદેશના હુમલાથી શરૂ થયા હતા. 1 જુલાઈ 2016ના રોજ આતંકવાદી હુમલો થયો હતો, આ હુમલામાં 4-5 આતંકવાદીઓ સામેલ હતા. એક આતંકવાદી મારો ફેસબુક ફોલોઅર હતો અને તેના પર મારાથી પ્રેરિત આતંકવાદી હુમલો કરવાનો આરોપ હતો. ઝાકિર નાઈકે પીએમ મોદી વિશે કહ્યું, અત્યાર સુધી તેમના છેલ્લા 10 વર્ષ ઘણા સારા હતા, પરંતુ આ લોકસભા ચૂંટણીમાં તેમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.

Back to top button