પાકિસ્તાન આર્થિક રીતે કંગાલ, તંગીથી બહાર આવવા અપનાવ્યો આ નવો તુક્કો
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે ખૂબ જ કફોળી છે. પાકિસ્તાન સરકાર નાણાંકીય અને ભાવ સ્થિરતા લાવવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ બનતી જાય છે. હાલમાં પાકિસ્તાનની સ્થિતિ કંગાળ થઈ ગઈ છે ત્યારે પાકિસ્તાની સરકાર હવે એક નવો તુક્કો લગાવીને કરકરસ કરી રહી છે. હવે પાકિસ્તાની સરકારે મોલ, રેસ્ટોરન્ટ, મેરેજ હોલ વહેલા બંધ કરવા આદેશ આપ્યો છે.
પાકિસ્તાન સરકારનો નિર્ણય
પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતી કંગાળ થવાના કારણે હવે સરકાર કરકસર કરવા પર આવી ગઈ છે. પાકિસ્તાની સ્થિતિને લઈને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં રાત્રે 8.30 વાગ્યે બજારો તથા લગ્ન હોલ રાત્રે 10 વાગ્યે બંધ થઈ જશે તેવો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં બજારો, રેસ્ટોરન્ટ અને મેરેજ હોલ બંધ કરવા અને સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારના આ કરકસરયુક્ત પગલાંને કારણે 60 અબજ રૂપિયાની બચત થશે. પાકિસ્તાન સરકાર આ રીતે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
વિવિધ વસ્તુઓ પર પ્રતિબંધો લાગ્યા
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યા અનુસાર 1 ફેબ્રુઆરીથી પરંપરાગત બલ્બનું ઉત્પાદન બંધ કરવામાં આવશે. જ્યારે વધુ પાવરનો વપરાશ કરતા પંખાનું ઉત્પાદન જુલાઈથી બંધ કરવામાં આવશે. આમ સરકારના આ નિર્ણયને પગલે 22 અબજ રૂપિયાની બચત કરવામાં મદદ થશે. સાથે જ આયાતી તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક મોટરસાઈકલ પણ રજૂ કરવામાં આવશે.
કેબિનેટની બેઠકમાં પણ લાઇટનો ઉપયોગ ન કર્યો
પાકિસ્તાની સરકાર હવે વીજળી બચાવવા માટે આ એક મહત્વનું પગલુ ભર્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને મીડિયાને જણાવ્યું હતુ કે “આજે કેબિનેટની બેઠકમાં કોઈ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ બેઠક દિવસના પ્રકાશમાં યોજાઈ હતી,દેશ માટે આ એક ઉદાહરણ છે.” સરકારની આ યોજના હેઠળ તમામ સરકારી ઈમારતો અને ઓફિસોમાં વીજળીનો વપરાશ પણ ઓછો કરવામાં આવશે અને 10 દિવસમાં વર્ક ફ્રોમ હોમ પોલિસી પણ તૈયાર કરવામાં આવશે.
આ પણ વાંચો : ભારતમાં કોરોનાથી બચાવવા બીજો બુસ્ટર ડોઝ આપવાની સરકારની કોઈ યોજના નથી ?