ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્ર સરકારની માગ બાદ ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ કરાયું બ્લોક

  • પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ, ભારતમાં કરાયું બ્લોક
  • ભારતમાં બ્લોક થયા બાદ યુએસ અને કેનેડામાં જોઈ શકાય છે
  • ત્રીજી વખત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે 

ભારત સરકારની માંગ બાદ ટ્વિટર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. ટ્વિટરની ગાઈડલાઈન અનુસાર કાયદેસરની કાનૂની માગ જેમ કે કોર્ટના આદેશ કે સરકારની માગ પર અકાઉન્ટને બ્લોક કરવું પડે છે. કાયદાને ટાકતા ભારત સરકારે દેશમાં દેખાતા પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ: કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં નવું આકર્ષણ આવ્યું

આજે એક મોટી કાર્યવાહી કરતા ટ્વિટરે ભારતમાં દેખાતા પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલને બ્લોક કરી દીધું છે, હવે પાકિસ્તાન સરકારનું સત્તાવાર ટ્વિટર ભારતમાં જોવા મળેશે નહિં. દેશના કાયદાને ઉલ્લેખીને ભારતે પાકિસ્તાન સરકારની ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવાની માગ કરી હતી.

પાકિસ્તાનનું એકાઉન્ટ અન્ય દેશોમાં ચાલુ 

જોકે, પાકિસ્તાન સરકાર @GovtofPakistanનું ટ્વિટર હેન્ડલ ભારતમાં બ્લોક થયા બાદ યુએસ અને કેનેડામાં જોઈ શકાય છે. અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ અન્ય દેશો જેવા કે અમેરિકા, કેનેડા વગેરેમાં સક્રિય છે. હજુ સુધી આ મામલે ભારત કે પાકિસ્તાનના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ટ્વિટર પર જ્યારે પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ ચેક કરવામાં આવ્યું તો ત્યાં લખેલું હતું કે ભારતમાં એક કાનૂની માંગના જવાબમાં સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એવું નથી કે ટ્વિટર દ્વારા આવું પગલું પહેલીવાર લેવામાં આવ્યું છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા કંપનીએ આ એકાઉન્ટને બ્લોક કરી દીધું હતું.

ટ્વિટર એકાઉન્ટ બ્લોક - Humdekhengenews

પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ, ભારતમાં કરાયું બ્લોક

ટ્વિટર દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ રોયટર્સે ભારત અને પાકિસ્તાનના આઈટી મંત્રાલયનો સંપર્ક કર્યો હતો, પરંતુ બંને સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. અન્ય કંપનીઓની જેમ ટ્વિટરની પણ પોતાની પોલિસી છે. કંપની વિવિધ દેશોના કાયદાઓનું પાલન કરવા માટે બંધાયેલી છે. કોર્ટનો નિર્ણય હોય કે સરકારનો. આ અંતર્ગત ટ્વિટરે પાકિસ્તાન સરકારના ટ્વિટર હેન્ડલને ભારતમાં દેખાવાથી બ્લોક કરી દીધું છે.

ટ્વિટર એકાઉન્ટ બ્લોક - Humdekhengenews

ત્રીજી વખત કરાઈ આ કાર્યવાહી

અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાનના ટ્વિટર એકાઉન્ટ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ જુલાઈ 2022માં પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, જોકે પછીથી તે ફરીથી દેખાવા લાગ્યું હતું. ગયા વર્ષે જૂનમાં ટ્વિટર ઈન્ડિયાએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી, ઈરાન અને ઈજિપ્તમાં પાકિસ્તાની દૂતાવાસોના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા હતા. આ સાથે ભારતે ભારત વિરોધી ફેક માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનથી ચાલતી ઘણી યુટ્યુબ ચેનલો અને ફેસબુક એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

Back to top button