ટોપ ન્યૂઝવર્લ્ડ

PM મોદીનો પાકિસ્તાનના PMએ માન્યો આભાર, જાણો શું કહ્યું 

Text To Speech

પાકિસ્તાન હાલમાં વિનાશક પૂરનો સામનો કરી રહ્યું છે. આ પૂરથી લગભગ 3.5 કરોડ લોકો પ્રભાવિત થયા છે. અને 1200 લોકોના મોત થયા છે. પાકિસ્તાનમાં પૂરગ્રસ્ત લોકો માટે દુનિયાભરના લોકો પ્રાર્થનાઓ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે દેશ ટૂંક સમયમાં કુદરતી આફતમાંથી બહાર આવશે. પીએમ મોદીના ટ્વીટના બે દિવસ બાદ પાક પીએમ શાહબાઝ શરીફે જવાબ આપ્યો છે અને પીએમ મોદીનો આભાર માન્યો છે.

PM મોદીનો પાકિસ્તાનના PMએ માન્યો આભાર

પાકિસ્તાનના શાહબાઝ શરીફે બુધવારે ટ્વીટ કર્યું હતું કે, “પૂરથી થયેલા માનવ અને ભૌતિક નુકસાન અંગે શોક વ્યક્ત કરવા બદલ હું ભારતીય પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. ઇન્શાઅલ્લાહ, પાકિસ્તાનના લોકો આ કુદરતી આફતની પ્રતિકૂળ અસરોને દૂર કરશે અને તેમના જીવન અને સમાજને ફરીથી બનાવશે.”

પાકિસ્તાનમાં પૂરની ભયાનક સ્થિતિ 

ઉલ્લેખનીય છે કે અગાઉ 29 ઓગસ્ટના રોજ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલા વિનાશને જોઈને દુઃખી થયા હતા અને સામાન્ય સ્થિતિને વહેલી તકે પુનઃસ્થાપિત કરવાની આશા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું છે. અમે પીડિતોના પરિવારજનો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઝડપથી સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપનની આશા રાખીએ છીએ.”

પૂરના લીધે 1200 લોકોના મોત

પાકિસ્તાનમાં 10 દિવસ ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેથી નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પૂરના લીધે અનેક ઘરો તણાઈ ગયા હતા મોટા ભાગનો ખેતરમાં ઉભો પાક પણ તણાઈ ગયો છે. 3.5 કરોડ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આશરે 1200 લોકોના મોત થયા છે. પાકિસ્તાન હાલમાં પૂરની સાથે મોંઘવારીનો પણ સામનો કરી રહ્યું છે.

Back to top button