વરસાદની આશંકા વચ્ચે રમાશે પાકિસ્તાન-ઈંગ્લેન્ડની ફાઈનલ મેચ : ઈંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગનો કર્યો નિર્ણય
વરસાદની આશંકા વચ્ચે આજે T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ મેલબોર્નમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. વરસાદની ચિંતાનાં વાદળો વચ્ચે ટોસ ઊછળી ચૂક્યો છે અને તેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો છે.બંને ટીમોએ તેમનાં પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ બંને મેચમાંથી જે પણ ટીમ જીતશે, આ તેનું બીજું T20 વર્લ્ડ કપ ટાઇટલ હશે. વાસ્તવમાં, રવિવારે મેલબોર્નમાં હવામાન સારું દેખાતું નથી. Accuweather અનુસાર, રવિવારે મેલબોર્નમાં વરસાદની 84 ટકા સંભાવના છે. મતલબ કે આખો દિવસ વચ્ચે-વચ્ચે વરસાદ પડે છે, તો પણ મેચ યોજવી કદાચ મુશ્કેલ બની શકે છે, પરંતુ હાલ મેચ રમવાની શક્યાતાઓ દેખાય રહી છે.
રિર્ઝવ ડે પર ફાઇનલ મેચ યોજવી અશક્ય
આજે મેલબોર્નમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જ્યારે 82% વાદળછાયું રહેવાની શક્યતા છે. અહીં પવનની ઝડપ 37 કિમી પ્રતિ કલાકની રહેશે. જો કે, ફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. એટલે કે જો મેચ આજે ન થઈ હોય તો આવતીકાલે 14 નવેમ્બરનાં રોજ યોજાશે. પરંતુ તે દિવસે પણ 94 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, આ મેચ આજે ન થાય તો સંપૂર્ણપણે રદ થવાની સંભાવના છે.
જે પણ ટીમ જીતશે, આ તેનું બીજું ટાઈટલ હશે.
જો કે, અમે તમને જણાવી દઈએ કે આ ટાઈટલ મેચમાં જે પણ ટીમ જીતશે, આ તેનું બીજું T20 વર્લ્ડ કપ ટાઈટલ હશે. આ પહેલા પાકિસ્તાને 2009માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેના પછી વર્ષ 2010માં ઈંગ્લેન્ડએ ટાઈટલ જીત્યું હતું. આ વર્ષે ઈંગ્લેન્ડને હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે પરંતુ પાકિસ્તાન પણ નબળી ટીમ નથી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. જ્યારે પાકિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું.
T20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાન-ઈંગ્લેન્ડની સંપૂર્ણ ટીમ
પાકિસ્તાન : બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, હૈદર અલી, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, મોહમ્મદ હસનૈન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, શાન મસૂદ. , મોહમ્મદ હરિસ.
રિઝર્વ ખેલાડીઓ: ઉસ્માન કાદિર અને શાહનવાઝ દહાની.
ઈંગ્લેન્ડ : જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, એલેક્સ હેલ્સ, હેરી બ્રૂક, સેમ કુરાન, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, ટાઇમલ મિલ્સ, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ અને માર્ક વુડ .
રિઝર્વ ખેલાડીઓ: લિયામ ડોસન અને રિચાર્ડ ગ્લીસન.