ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

પાકિસ્તાન ચૂંટણી: ઈન્ટરનેટ સેવા બંધ, પીટીઆઈએ ગણાવ્યો ‘વિશ્વાસઘાત’

Text To Speech

પાકિસ્તાન, 8 ફેબ્રુઆરી: પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો વડાપ્રધાન પદ માટે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બંને પક્ષો મુખ્ય હરીફાઈમાં છે, જ્યારે ઈમરાન ખાન જેલમાં છે, તેથી તેમની પાર્ટીના મોટાભાગના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ચાલુ ચૂંટણીએ પાકિસ્તાન સરકારે દેશભરમાં સેલ્યુલર સર્વિસ એટલે કે વાયરલેસ મોબાઈલ ટેલિકોમ્યુનિકેશનને સ્થગિત કરી દીધી છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ મતદાનને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. ઈન્ટરનેટ સેવા બંધ કરતાની સાથે જ તેનો વિરોધ થઈ રહ્યો છે.

પીટીઆઈએ ઈન્ટરનેટ સેવાને બંધ કરવાને ‘વિશ્વાસઘાત’ ગણાવ્યો

સામાન્ય ચૂંટણીના મતદાન સમયે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવાઓને બંધ કરવા પર, PTIએ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી દ્વારા દેશભરમાં મોબાઈલ સેવાઓના સ્થગિતને “વિશ્વાસઘાત” તરીકે ગણાવ્યો છે. આ PTIએ કહ્યું કે, “ફોન સેવાઓ બંધ કરવી એ નાગરિકોના અધિકારોનું ઇરાદાપૂર્વકનું દમન છે અને લોકશાહીની મજાક છે.”

  • ઈન્ટરનેટ સેવા બંધ થતાં PTIએ સોશિયલ મીડિયા X હેન્ડલ પર એક પોસ્ટ કરી પાકિસ્તાનના નાગરીકોને તેમના અંગત વાઇફાઇ એકાઉન્ટમાંથી પાસવર્ડ કાઢીને ચાલુ રાખવાની વિનંતી પણ કરી છે.

બિલાવલની પાર્ટીએ ઈન્ટરનેટ સેવા બંધ થવા પર ઉઠાવ્યા સવાલ

પાકિસ્તાનમાં આજે ચૂંટણીના દિવસે મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવી છે. જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પૂર્વ સાંસદ મુસ્તફા નવાઝ ખોકરે કહ્યું છે કે મોબાઈલ સેવા બંધ કરવી એ ચૂંટણીમાં છેતરપિંડીની શરૂઆત છે. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલાનું વાતાવરણ પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલાથી જ સૌથી ખરાબ હતું. ચૂંટણીના દિવસે મોબાઈલ સેવા બંધ કરીને ઉમેદવારોને તેમના એજન્ટો અને કર્મચારીઓથી દૂર રાખવા કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં આજે મતદાન, 12.69 કરોડ મતદારો ચૂંટણીમાં નવી સરકારને કરશે પસંદ

Back to top button