ભારતીય બૉલિંગ એટેક સામે પાકિસ્તાની ટીમ ઘૂંટણીએ, 191માં ઑલઆઉટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમઃ હાઈ વૉલ્ટેજ ગણાતી ભારત – પાકિસ્તાન વચ્ચેની મેચ છેવટે વન સાઈડ થઈ ગઈ હોય એવું લાગે છે. ભારતે ટૉસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી અને શરૂઆતમાં પાકિસ્તાનની બેટિંગ મજબૂત લાગતી હતી, પરંતુ છ ઓવર બાદ પાકિસ્તાની ટીમ લથડવા માંડી અને નિયમિત વિકેટ પડતાં માત્ર 191 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. આમ ભારતીય ટીમને 192 રનનો ટાર્ગેટ મળ્યો છે.
ભારતીય બોલિંગ એટેક પાકિસ્તાની ટીમ ઉપર ભારે પડ્યો હતો. વિકેટ લેવાની શરૂઆત મોહમ્મદ સિરાજ કરી હતી જેણે. ત્યારબાદ જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે એમ ચારેય બૉલરે બે-બે વિકેટ લીધી હતી. જાડેજાએ એક વિકેટ લીધી હતી.
પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે 50 કર્યા હતા, જ્યારે રિઝવાને 49 રન કર્યા હતા. પાકિસ્તાની ટીમના પાંચ ખેલાડી ડબલ ડિજીટ સુધી પણ પહોંચી શક્યા નહોતા. હાઈએસ્ટ પાર્ટનરશિપ રિઝવાન અને બાબર આઝમ વચ્ચે 82 રનનો હતો.
શું બાબર આઝમનો ડર સાચો પડશે? વાંચોઃ શું પાકિસ્તાને મેચ પહેલાં જ હાર સ્વીકારી લીધી?
View this post on Instagram
HD News તરફથી જન્મદિવસની શુભેચ્છા#amdavad #highvoltagematch #IndiavsPak #NarendraModiStadium #today #sports #SportsNews #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/tIDrPoQm0K
— Hum Dekhenge News (@humdekhengenews) October 14, 2023
View this post on Instagram