ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

Pakistan Crisis: પાકિસ્તાનને અનવર-ઉલ-હકના રૂપમાં મળ્યા 8મા કાર્યવાહક વડાપ્રધાન

Text To Speech

કરાચી: અનવર-ઉલ-હક કક્કરને પાકિસ્તાનના વચગાળા વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના વર્તમાન નેતા રાજા રિયાઝ બલૂચિસ્તાન વચ્ચે અનવર-ઉલ-હક કક્કરના નામ પર સહમતિ સંધાઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ આજે (શનિવાર) શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે.

તમને જણાવી દઈએ કે 9 ઓગસ્ટના રોજ સંસદ ભંગ કરવાની સાથે જ વડાપ્રધાન શાહબાઝ શરીફનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો. આવી સ્થિતિમાં કાર્યકારી વડાપ્રધાનની ચૂંટણીની આજે છેલ્લી તારીખ હતી. અગાઉ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ શહેબાઝ શરીફને પત્ર લખીને શક્ય તેટલી વહેલી તકે નવા કાર્યપાલક વડા પ્રધાનની નિમણૂક કરવા કહ્યું હતું, જેના પર શહેબાઝ શરીફે થોડી નારાજગી પણ દર્શાવી હતી.

આ પણ વાંચો-કેન્દ્રએ 2024 પહેલા દિલ્હી સર કર્યું; રાષ્ટ્રપતિએ સર્વિસ બિલને મંજૂરી આપતા સુપ્રીમમાં જશે જંગ

ઉલ્લેખનિય છે કે, પાકિસ્તાનમાં આર્થિક હાલત કફોડી બનતાં શાહબાઝ શરીફની સરકાર પર જોખમ ઊભું થયું હતું અને સરકારની નિષ્ફળતા, વિપક્ષોના સતત વિરોધ થતો હતો. આમ પણ 12 ઓગસ્ટે શાહબાઝ શરીફનો કાર્યકાળ પૂરો થતો હતો. એવામાં શાહબાઝ શરીફ રાજરમત રમી ગયા છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે  મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતાં વચગાળાના વડાપ્રધાન તરીકે અનવર ઉલ હક્કનું નામ જાહેર કર્યું હતું.

જ્યાર સુધી પાકિસ્તાનમાં ચૂંટણીઓ થશે નહીં ત્યાર સુધી કામચલાઉ વડાપ્રધાન તરીકે અનવર ઉલ હક્ક સત્તા સંભાળશે. બલૂચિસ્તાનના સેનેટર અનવર ઉલ હક કાકર દેશના કેરટેકર પીએમ બનવા માટે તૈયાર હોવાથી પાકિસ્તાનમાં એક મોટા વિવાદનો અંતે અંત આવ્યો છે.

આ પણ વાંચો-ચૂંટણી કમિશનરની નિમણૂકમાં CJIની ભૂમિકા ખતમ કરવાના બિલ પર મમતાનો પ્રહાર- ‘માય લોર્ડ, આપણા દેશને બચાવી લો’

Back to top button