ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

પાકિસ્તાનનું ઘૃણાસ્પદ કૃત્ય, અર્શદીપની તસવીર સાથે છેડછાડ

Text To Speech

એશિયા કપમાં પાકિસ્તાન સામે કેચ છોડ્યા બાદ અર્શદીપ સિંહને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેને ખાલિસ્તાની પણ કહેવામાં આવ્યું હતું અને તેના વિકીપીડિયા પેજ સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી. આ તમામ હરકતોમાં પાકિસ્તાનનું નામ સામે આવ્યું અને હવે અર્શદીપની તસવીર સાથે છેડછાડ કરવામાં આવી છે, જેને જોઈને દરેક ભારતીય ચાહકોનું લોહી ઉકળી જશે. અર્શદીપની કંપની સાથે આ છેડછાડ પાકિસ્તાનની એક કંપની દ્વારા કરવામાં આવી છે જે વાહનોની ખરીદી અને વેચાણનું કામ કરે છે.

અર્શદીપ સિંહની જર્સી સાથે છેડછાડ

આ કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર અર્શદીપ સિંહની જર્સીને વાદળી રંગથી લીલી કરી છે અને કેટલીક એવી વસ્તુઓ પણ લખી છે જે તેમના પોતાના દેશના લોકોને પસંદ નથી આવી રહી. Pakwheels નામની કંપનીએ તેના ફેસબુક એકાઉન્ટ પર અર્શદીપ સિંહની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેને પાકિસ્તાનના ખેલાડી તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેની જર્સીનો રંગ લીલો છે.

Pakwheels કંપનીએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર અર્શદીપનો ફોટો પોસ્ટ કરતા લખ્યું, ‘છોકરો સારુ રમ્યો, મેચ જીતવાની ખુશીમાં અર્શદીપ સિંહને પાક વ્હીલ્સ કાર ઈન્સ્પેક્શન બિલકુલ ફ્રી.’

Arshdeep Singh
Arshdeep Singh

પાકિસ્તાન હરકતો યથાવત્

તમને જણાવી દઈએ કે એશિયા કપના સુપર-4માં અર્શદીપ સિંહે પાકિસ્તાન સામે આસિફ અલીનો કેચ છોડ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનની જીત થઈ હતી અને ત્યાર બાદ અર્શદીપ સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ષડયંત્ર ચલાવવામાં આવ્યું હતું. તપાસ બાદ ખબર પડી કે આ અભિયાનમાં પાકિસ્તાની એજન્સી ISPR સામેલ હતી. જો કે, અર્શદીપ સિંહના આ મામલામાં ભારત સરકારના IT મંત્રાલયે ટૂંક સમયમાં જ એક્શનમાં આવીને મામલાની સંજ્ઞાન લીધી.

એશિયા કપની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. સુપર-4માં પાકિસ્તાન સામે હાર્યા બાદ તેને મંગળવારે શ્રીલંકા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ હવે તેના માટે ફાઇનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે.

Back to top button