પાકિસ્તાન કપ્તાન ફાતિમા સનાના આંસુ આવ્યા, રાષ્ટ્રગાન દરમિયાન ભાવુક થઈ;જૂઓ વીડિયો
પાકિસ્તાન – 15 ઓકટોબર : મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાની ટીમની સફર ખતમ થઈ ગઈ છે અને ટીમ સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી. પાકિસ્તાની ટીમને તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના બોલર અને બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 110 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાની ટીમ માત્ર 56 રન પણ બનાવી શકી હતી.
View this post on Instagram
PA
ફાતિમા સના મેચ પહેલા ભાવુક થઈ ગઈ હતી
પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના પોતાના દેશના રાષ્ટ્રગાન દરમિયાન રડતી જોવા મળી હતી. તેની આંખોમાં આંસુ સ્પષ્ટ જોઈ શકાય છે. તે પોતાના હાથ વડે આંસુ લૂછતી પણ જોવા મળી હતી. ફાતિમાને તેના પિતાના અવસાનના કારણે તાજેતરમાં પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું. આ કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી ન હતી. તેમની જગ્યાએ મુનીબા અલીએ કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી. તે ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે પાકિસ્તાની ટીમ સાથે ફરી જોડાઈ હતી. હવે ફાતિમાના રડતા ઘણા વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવ્યા
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ફાતિમા સનાએ ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 21 રનનું યોગદાન આપ્યું હતું. તેના સિવાય મુનીબા અલીએ 15 રન બનાવ્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય બાકીના બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. પાકિસ્તાનની આખી ટીમ 20 ઓવર પણ રમી શકી ન હતી અને ટીમ 56 રન સુધી જ સિમિત રહી હતી.
મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાને માત્ર એક જ મેચ જીતી
T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાની ટીમે ચાર મેચ રમી છે જેમાંથી ટીમ માત્ર એક જ જીતી શકી છે અને તે શ્રીલંકા સામે હતી. જ્યારે પાકિસ્તાન ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારી ગયું હતું. આ કારણે ટીમ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાની ટીમ હજુ સુધી એક પણ વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી.
આ પણ વાંચો : ‘હું કંપની છોડી રહ્યો છું, પણ પાછો આવીશ’ કર્મચારીએ રાજીનામામાં લખી આ વાત, જૂઓ