પાકિસ્તાન ભારતમાં કરી શકે છે મોટો આતંકી હુમલો! અમેરિકાના ગુપ્તચર રિપોર્ટમાં કરાયો દાવો
અમેરિકાએ ઈન્ટેલિજન્સ કોમ્યુનિટીનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટમાં એ વાતને લઈને ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે કે પાકિસ્તાન ભારતની અંદર કોઈ મોટો આતંકી હુમલો કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા (એલઓસી) પર સંઘર્ષ વધી શકે છે. કોમ્યુનિટી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનો ભારત વિરોધી આતંકવાદીઓ અને આતંકવાદી જૂથોને સમર્થન કરવાનો લાંબો ઈતિહાસ છે. આ જોતાં નિયંત્રણ રેખા પર સંભવિત અથડામણ અમેરિકા માટે ચિંતાનો વિષય છે.
મોદી સરકાર સૈન્ય જવાબ આપી શકે છે
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે નવી દિલ્હીમાં વર્તમાન સરકારના વલણને જોતા આ વધુ સંભવ છે. આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર પાકિસ્તાનની કોઈપણ ઉશ્કેરણીનો જવાબ સૈન્ય બળથી આપે તેવી પ્રબળ સંભાવના છે. અહેવાલમાં જણાવાયું છે કે, “વધારે આવેલા તણાવ અંગે દરેક પક્ષની ધારણા હિંસક સંઘર્ષના જોખમોને વધારે છે. કાશ્મીરમાં હિંસક અશાંતિ અથવા ભારતમાં આતંકવાદી હુમલો સંભવિત ફ્લેશપોઈન્ટ છે.
ભારતે જોરદાર જવાબ આપ્યો
ભારતે તેના પહેલા આતંકી હુમલાને લઈને પાકિસ્તાનમાં મોટી કાર્યવાહી કરી છે. ઉરી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, જ્યારે પુલવામા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરીને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા.
શું છે ભારત-ચીન સંબંધોના રિપોર્ટમાં?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનના સંબંધો તણાવપૂર્ણ રહેશે. વિવાદિત સરહદની બંને બાજુઓ પર લશ્કરી હાજરી બે પરમાણુ શક્તિઓ વચ્ચે જોખમ વધારે છે. ભારત અને ચીન વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ અમેરિકાના હિત અને નાગરિકો માટે સીધો ખતરો બની શકે છે.
આ પણ વાંચો : પીએમ મોદીએ પહેલા રોહિત શર્માનો હાથ ખેંચ્યો, પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને… !