

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનને જલ્દી સારા સમાચાર મળી શકે છે. અહેવાલ છે કે, પાડોશી દેશ ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાંથી બહાર થઈ શકે છે. FATFની બેઠક 14થી 17 જૂન દરમિયાન જર્મનીમાં થવાની છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન જૂન 2018થી ગ્રે લિસ્ટમાં છે. નિષ્ણાતોનું માનવું છે કે, ગ્રે લિસ્ટમાં હોવાના કારણે પાકિસ્તાનને અબજો ડોલરનું જીડીપી નુકસાન થયું છે.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, FATFની ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાનને દૂર કરવામાં આવી શકે છે. આ અઠવાડિયે બર્લિનમાં યોજાનારી FATFની બેઠકમાં આ જાહેરાત થઈ શકે છે. FATFની એક ટીમ શરતોના પાલન અંગે માહિતી મેળવવા માટે પાકિસ્તાનની મુલાકાત લેશે. FATF તરફથી સત્તાવાર જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવશે.
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, 2018ના એક્શન પ્લાનમાં સામેલ 27માંથી પાકિસ્તાને 26 શરતો પૂરી કરી છે. ત્યારે FATFના એશિયા પેસિફિક ગ્રુપ (APG) 2021 એક્શન પ્લાનની 7માંથી 6 શરતો પૂરી કરવામાં આવી છે. બર્લિનમાં આગામી ઇવેન્ટ હાઇબ્રિડ હશે, જેમાં નોંધપાત્ર સંખ્યામાં વ્યક્તિગત આગમન હશે.
FATFના અધ્યક્ષે કહ્યું હતું કે, જૂન 2018માં નિર્ણય ન લેવાય ત્યાં સુધી પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં રહેશે. જોકે, સ્પીકરે એમ પણ કહ્યું હતું કે નાણાકીય આતંકવાદનો મુદ્દો હજુ ઉકેલવાનો બાકી છે. અહીં પાકિસ્તાનમાં વિપક્ષી પાર્ટીઓ ગ્રે લિસ્ટને લઈને ઈમરાન ખાનની પૂર્વ સરકાર પર નિશાન સાધી રહી છે.